એક તરફ ભારતની ત્રણેય સેના માનવરહિત એરિયલ વ્હીકલ (યુએવી)ના વિસ્તરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, તો બીજી તરફ યુદ્ધના મેદાનમાં હમાસ અને હુતીઓને આકરા પડકાર આપતા ઈઝરાયેલે તેની ડ્રોનની જરૂરિયાતો માટે ફરી ભારતની યાદ આવી છે. હવે ભારત અને ઈઝરાયેલની સ્વદેશી કંપની ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં ઈઝરાયેલની જરૂરિયાતો માટે સંયુક્ત રીતે ડ્રોન બનાવશે, જેનું ઉત્પાદન ભારતની ધરતી પર કરવામાં આવશે. ભારતના અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને ઇઝરાયેલની એલ્બિટ સિસ્ટમ્સ દ્વારા રચાયેલ સંયુક્ત સાહસ ઇઝરાયેલની બહાર ડ્રોનનું ઉત્પાદન કરનાર પ્રથમ પેઢી બની છે. ભારતની આ સ્વદેશી કંપની યુદ્ધમાં ઇઝરાયેલ માટે સંયુક્ત રીતે ડ્રોન બનાવશે. આ ેંછફનું ઉત્પાદન અને વિતરણ હૈદરાબાદમાં કરવામાં આવશે. એટલે કે, જે ભારત અત્યાર સુધી યુદ્ધના સાધનો અને શસ્ત્રો માટે વિદેશી દેશો તરફ આશા રાખતું હતું, તે હવે તેના શસ્ત્રો અને ટેક્નોલોજી વડે વિદેશોમાં ધૂમ મચાવશે. આ યુએવીનું ઉત્પાદન ટેક્નોલોજી ટ્રાન્સફર કરાર હેઠળ કરવામાં આવી રહ્યું છે. ભારતની સ્વદેશી કંપની એલ્બિટ સિસ્ટમ્સનો તેમાં ૪૯% હિસ્સો છે. ઇઝરાયલે ભારતને હર્મિસ ૯૦૦ની કિટ મોકલી છે. ભારતમાં આ કોમ્બેટ અને એટેક ડ્રોનમાં સેન્સર અને એસેમ્બલીનું કામ કરવામાં આવશે, જેનો ઉપયોગ પછીથી ઇઝરાયેલ યુદ્ધમાં કરશે. આ બાંધકામ માત્ર ભારતીય ધરતી પર ઇઝરાયલ માટે હુમલાખોર ડ્રોનનું ઉત્પાદન જ નહીં કરે, પરંતુ આતંકવાદ સામે તેના મિત્ર દેશો સાથે ભારતની પ્રતિબદ્ધતા પણ સ્થાપિત કરશે. હર્મિસ ૯૦૦ને ૨૦૧૨માં ઇઝરાયેલી સૈન્યમાં સામેલ કરવામાં આવ્યું હતું અને તેનો ઉપયોગ ૨૦૧૪માં ગાઝામાં હમાસ સામે પ્રથમ વખત કરવામાં આવ્યો હતો. આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચેના બીજા નાગોર્નો-કારાબાખ સંઘર્ષ દરમિયાન પણ હર્મિસ ૯૦૦ તૈનાત કરવામાં આવ્યું હતું. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના વર્તમાન સંઘર્ષમાં હર્મિસ ૯૦૦ યુએવીનો ઉપયોગ મુખ્ય શસ્ત્ર તરીકે કરવામાં આવી રહ્યો છે. ઇઝરાયેલ આ ડ્રોનનો ઉપયોગ માત્ર હુમલાઓ કરવા માટે જ નહીં પરંતુ દરિયાકાંઠાના વિસ્તાર હેઠળના ટનલના નેટવર્કની જાસૂસી કરવા માટે પણ કરે છે. હર્મિસ ૯૦૦એ પેલેસ્ટિનિયન આતંકવાદીઓના નેતાઓને નિશાન બનાવવામાં અને તેમને ખતમ કરવામાં અને વિવિધ લક્ષ્યો પર હુમલો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.
ડોલાન્ડ ટ્રમ્પે વિશ્વના તમામ દેશો પર ફોડ્યો ટેરિફ બોમ્બ, ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત
વોશિંગ્ટન : ફરીવાર અમેરિકાના પ્રમુખ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઘણા મોટા ર્નિણય લેવામાં આવ્યા છે જેમાંથી એક સૌથી મોટો...
Read more