ફ્લાઇટમાં એક મુસાફરમાંથી આવતી વાસને લીધે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડ્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

નેધરલેન્ડની ટ્રાંસેવિયા એરલાઇન્સમાં એક અજીબોગરીબ કિસ્સો બનવા પામ્યો હતો. જેના કારણે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યુ હતુ. ફ્લાઇટમાં બેઠેલા એક વ્યક્તિમાંથી તીવ્ર વાસ આવી રહી હતી. બસ આ જ કારણ છે કે ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવવુ પડ્યુ હતું. તે મુસાફરને જોઇને તેવુ લાગી રહ્યુ હતુ કે જાણે તે કેટલાય દિવસોથી નાહ્યો નહોતો.

આ ફ્લાઇટ નેધરલેન્ડથી લઇને સ્પેનના એક આઇલેન્ડ પર જવાની હતી, પરંતુ તેનું પોર્ટુગલમાં જ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યુ હતુ. મિડીયા રિપોર્ટ અનુસાર ઘણા મુસાફરોને ઉલ્ટી થવા લાગી હતી અને ઘણા તો આ વાસને સહન ના કરી શકતા બેભાન થઇ ગયા હતા. એરલાઇનના સ્ટાફે તે વ્યક્તિને બાથરૂમમાં બંધ કરી દેવાનો પ્રયત્ન પણ કર્યો હતો.

ઇમરજન્સી લેન્ડિંગ બાદ તે વ્યક્તિને ડોક્ટર્સની ટીમ સાથે મોકલી આપવામાં આવ્યો હતો. તે વ્યક્તિમાંથી ક્યા કારણોસર વાસ આવતી હતી તે બહાર આવ્યુ નહોતુ. કદાચ તે વ્યક્તિ કોઇ બિમારીથી પિડાઇ રહ્યો હોય તેવુ પણ બની શકે છે.

એરલાઇન્સે તેમની પ્રાઇવસી પોલિસી અનુસાર માહિતી આપી દીધી હતી. તે સખ્શ વિષે વધુ માહિતી આપવાથી એરલાઇન્સે ઇન્કાર કરી દીધો હતો.

Share This Article