અમદાવાદ :ઉનાળું વેકેશન એટલે બાળકો માટે મોજ, મજા અને આનંદ. આ આનંદમાં જો બાળકોને તેમનામાં રહેલી પ્રતિભા ખીલલવાની તક મળે તો આનંદ અદકેરો બની જાય છે, ખાસ કરીને, જ્યારે આ વાત વંચિત બાળકો સાથ જોડાયેલી હોય ત્યારે. બાળકોમાં રહેલી પ્રતિભાને નિખારવાનો આવો જ એક પ્રયાસ શહેરની સંસ્થા પ્રયાસ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
પ્રયાસ દ્વારા થલતેજ વિસ્તારમાં રહેતા વંચિત બાળકો માટે આ ઉનાળું વેકેશન દરમિયાન એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ વર્કશોપમાં 150થી વધુ બાળકો જોડાયા હતા. આ વર્કશોપમાં બાળકોને ગીત, ડાન્સ, સિલાઇ, પેન્ટિંગ, નાટક, માઇમ, મહેંદી કળા જેવી કલાને ખીલવવાની તક મળી હતી. વર્કશોપના સમાપન સમયે બાળકોએ તેમણે શીખેલી કલાનું પ્રદર્શન અને પ્રસ્તુતિ કરી હતી. આ બાળકોને પ્રોત્સાહન કરવા માટે ઈનામ આપવામાં આવ્યા હતા. પ્રયાસ દ્વારા છેલ્લા 5 વર્ષથી આ પ્રકારના ટેલેન્ટ શોનું આયોજન કરવામાં આવે છે.