અમદાવાદ : મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ચિ.હ. નગરી આંખની હોસ્પિટલમાં ગુજરાતભરમાંથી તેમજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા પડાશી રાજ્યોમાંથી આંખના વિભિન્ન રોગોની સારવાર માટે દર્દીઓ આવે છે. નગરી હોસ્પિટલમાં વાર્ષિક આશરે ૩૦૦૦થી વધારે મોતિયાનાં ઓપરેશન થાય છે પરંતુ તંત્ર વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઈને નવી ૧૦૦ બેડ ધરાવતી અતિ આધુનિક હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. હાલની નગરી હોસ્પિટલના પરિસરમાં નવનિર્મિત નગરી હોસ્પિટલનું આજે સવારે દસ વાગ્યે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે લોકાર્પણ થવાનું હતું પરંતુ ગઇ કાલ મુખ્યમંત્રીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને તેના કારણે અમ્યુકોના તમામ કાર્યક્રમોમાં મુખ્યમંત્રી જે ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા, તેમાં મુખ્યમંત્રી હાજર નહી રહી શકે પરંતુ આ કાર્યક્રમોના ઉદ્ઘાટન યથાવત્ રહેશે.
અન્ય કોઇ મંત્રી કે મહાનુભાવ દ્વારા ઉદ્ઘાટન કરાય તેવી શકયતા છે. આ સાથે શહેરમાં સૌપ્રથમવાર ઇલેક્ટ્રીક બસ, જન ઇ રીક્ષા, સુએેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાદવ-કચરામાંથી ખાતર અને રેડિએશન થ્રુ બેકેટેરિયા ફ્રી કરવાના પ્રોજેકટ સહિતના ઉદ્ઘાટન કાર્યક્રમો પણ છે. તો, રિવરફ્રન્ટ પર પા‹કગ અને સ્પોર્ટસ કોમ્પલેક્ષ પ્રોજેકટના ખાતમૂર્હુત અને પ્રહલાદનગર ખાતે મલ્ટિલેવલ પા‹કગ પ્રોજેકટ સહિતના કાર્યક્રમોનું પણ ખાતમૂર્હુત-ઉદ્ઘાટનના કાર્યક્રમો છે. તંત્ર દ્વારા નવી નગરી હોસ્પિટલના નિર્માણનું ખાતમૂર્હુત વર્ષ ૨૦૧૬માં તત્કાલીન મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના હસ્તે કરાયું હતું. આશરે ૮૭૩૫.૮૯ સ્કેવર મીટરના ક્ષેત્રફળ ધરાવતા પ્લોટ પૈકી ૧૬,૭૧૧,૮૧ સ્કેવર મીટરનું કન્સ્ટ્રકશન એરિયા હોઈ તેમાં બેઝમન્ટ વત્તા ગ્રાઉન્ડ ફલોર વત્તા આઠ માળનું બાંધકામ કરાયું છે.
નવી નગરી હોસ્પિટલના નિર્માણ પાછળ કુલ રૂ.૪૭.૨૮ કરોડ ખર્ચાયા છે. આ અંગે હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે, નવી નગરી હોસ્પિટલમાં દર્દીઓ માટે કમ્પ્યૂરાઈઝ કેસ રજિસ્ટ્રેશન કીકી, ઝામર, ત્રાંસી આંખ, પ્લાસ્ટિક સર્જરી, પડદા, લેસિક અને કોન્ટેક્ટ લેન્સ ક્લિનીક સહિત કુલ સાત જેટલી એસી ઓપીડી છે. ૩૫ પુરુષ, ૩૫ સ્ત્રી વત્તા ડે કેર વોર્ડ અને અન્ય મલ્ટી ફેસિલિટીના ૩૦ બેડ મળીને કુલ ૧૦૦ બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. નવી નગરી હોસ્પિટલમાં પાંચ સ્પેશિયલ રૂમ, આઠ આધુનિક ઓપરેશન થિયેટર, દર્દીનાં સગાં માટે એટેન્ડન્ટ બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તેમ જણાવતા હોસ્પિટલ કમિટીના ચેરમેન દેવાંગ દાણી કહે છે, દર્દીના સગા માટે અલાયદો ડાઈનિંગ રૂમ, ઓપીડીના પ્રતીક્ષા વિભાગમાંથી લાઈવ ઓપરેશન જોવાની સુવિધા, તમામ માળે સીસીટીવીન વ્યવસ્થા તેમજ વાઈ ફાઈની પણ સગવડ અપાઈ છે. નવી હોસ્પિટલગ્રાઉન્ડ ફલોર વત્તા ચાર માળ હોસ્પિટલ બિલ્ડિંગ અને પાંચથી આઠ માળ રેસિડેન્ટ કવાર્ટર છે. નવી નગરી હોસ્પિટલના નિર્માણ પાછળ રૂ.૩૬,૮૬ કરોડ અને ઈન્ટીરિયર વર્કના રૂ.૧૦.૪૨ કરોડ ખર્ચાયા છે. જેમાં ૨૦૦ બેઠકની ક્ષમતા ધરાવતા કોન્ફરન્સ રૂમ, ફાયર સેફટી, બેઝમેન્ટ પા‹કગ ઉપરાંત વિશાળ ખુલ્લી જગ્યામાં ટુ વ્હીલર પા‹કગની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.