- Q2 ચોખ્ખો નફો રૂ. 2,302 કરોડ, વાર્ષિક ધોરણે 364% વધારો
- Q2માં અત્યાર સુધીનું સૌથી વધુ વોલ્યુમ 16.6 મિલિયન ટન, વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ
નાણાકીય હાઇલાઇટ્સ:
- રૂ. 9,174 કરોડ સાથે Q2 સીરિઝમાં અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક, વાર્ષિક ધોરણે 21% વૃદ્ધિ, વોલ્યુમ ગ્રોથ ~5x ઈન્ડસ્ટ્રીની સરેરાશ
- Q2 PMT EBITDA રૂ. 1,060 PMT, વાર્ષિક ધોરણે 32% વધારો, રૂ. 1,761 કરોડ, વાર્ષિક ધોરણે 58% વધારો, માર્જિન 19.2%, વાર્ષિક ધોરણે 4.5 pp વધ્યા
- ત્રિમાસિક ગાળા માટે શેરદીઠ કમાણી રૂ. 7.2, વાર્ષિક ધોરણે 267% વધારો (રૂ. 5.2નો વધારો)
- રૂ. 3057 કરોડ વધી રૂ. 69493 કરોડ નેટવર્થ નોંધાઈ, કંપનીએ દેવામુક્તની સ્થિતિ જાળવી રાખી, ક્રિસિલ AAA (સ્થિર) / ક્રિસિલ A1+ નું સર્વોચ્ચ રેટિંગ
ઓપરેશનલ હાઇલાઇટ્સ:
- નાણાકીય વર્ષ 2027-28માં ટાર્ગેટ ક્ષમતા અગાઉ 140 MTPAમાં 15 MTPA વધારી 155 MTPA કરવામાં આવી છે. આ 15 MTPA ક્ષમતાનો વધારો 48/MT ડોલરના ખૂબ ઓછા મૂડીખર્ચ પર અવરોધો દૂર કરવા સક્ષમ બનાવશે.
- આગામી 12 માસમાં અમારા પ્લાન્ટમાં 13 બ્લેન્ડરની સ્થાપના કરવામાં આવી રહી છે. જે પ્રોડક્ટ મિક્સને ઓપ્ટિમાઈઝ અને પ્રીમિયમ સિમેન્ટમાં વધારો કરશે.
- વધુમાં, પ્લાન્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પડકાર દૂર કરવાથી હાલની ક્ષમતા (107 MTPA) ૨૪ મહિનામાં ૩% વધારવામાં મદદ મળશે.
- ભાટાપરા (છત્તીસગઢ) ખાતે 4 MTPA નવી ભઠ્ઠા લાઇન માટે ટ્રાયલ રન શરૂ થઈ ગયો છે.
- 2 MTPA કૃષ્ણપટ્ટનમ GU કાર્યરત, Q3 માં અન્ય 3 સ્થળોએ વધારાના 7 MTPA કાર્યરત થશે.
- 200 MW સૌર ઉર્જા RE ક્ષમતા 673 MW સુધી લઈ જવામાં આવી રહી છે, આ વર્ષના અંત સુધીમાં 900 MW અને FY27 સુધીમાં 1,122 MW સુધી પહોંચવાની અપેક્ષા છે.
વ્યૂહાત્મક પહેલ:
- CiNOC (સિમેન્ટ ઇન્ટેલિજન્ટ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર) એ અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં ઊંડાણપૂર્વક કામગીરી અને વ્યવસાયોમાં AI સ્તર દાખલ કરવા માટે શરૂ કર્યું, જે કામગીરીમાં પરિવર્તનને સરળ બનાવશે
- સ્પર્ધાત્મક લાભ પ્રદાન કરવા માટે CONCOR, CREDAI, 400+ શૈક્ષણિક સંસ્થાઓ (અદાણી સિમેન્ટ ફ્યુચરએક્સ પ્રોગ્રામ) સાથે વ્યૂહાત્મક જોડાણો અને ભાગીદારી
- કુલ 65,800 DWT (ડેડવેઇટ ટનેજ) ક્ષમતાના 7 જહાજોનો ઓર્ડર આપવામાં આવ્યો, દરિયાઈ લોજિસ્ટિક્સનો હિસ્સો 5% સુધી પહોંચશે
અમદાવાદ: અદાણીના ડાયવર્સિફાઈડ પોર્ટિફોલિયોમાં સામેલ અને વૈશ્વિક સ્તરે બિલ્ડિંગ મટિરિયલ્સ સોલ્યુશન્સમાં નવમા ક્રમે અગ્રણી અંબુજા સિમેન્ટ્સે ચાલુ નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિકમાં મજબૂત કામગીરી નોંધાવી છે. બજાર હિસ્સાના લાભો અને R&D-આગેવાની હેઠળ પ્રીમિયમ સિમેન્ટ ઓફરિંગ પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરવાથી વોલ્યુમ ગ્રોથ અને સુધારેલી ઉત્પાદન ગુણવત્તા બંનેમાં વિભિન્ન પ્રદર્શનને સક્ષમ બનાવવામાં આવ્યું છે.
અંબુજા સિમેન્ટ્સના સીઈઓ અને પૂર્ણ કાળના ડિરેક્ટર વિનોદ બહેતીએ જણાવ્યું, “આ ત્રિમાસિક સિમેન્ટ ઉદ્યોગ માટે નોંધપાત્ર રહ્યું છે. ચોમાસાની વધુ ચાલેલી સીઝનથી વિપરીત પરિસ્થિતિઓ હોવા છતાં, આ ક્ષેત્રને GST 2.0 સુધારા, કાર્બન ક્રેડિટ ટ્રેડિંગ સ્કીમ (CCTS) અને કોલ સેસ પાછો ખેંચવા સહિત અનેક અનુકૂળ વિકાસના કારણે ફાયદો થશે. આ સકારાત્મક ગ્રોથનો લાભ લેવા માટે અમારું ક્ષમતા વિસ્તરણ યોગ્ય સમયે થયુ છે. અમે અમારી FY28 લક્ષ્ય ક્ષમતાને અગાઉના 140 MTPA થી 155 MTPA સુધી વધારી છે. અવરોધ દૂર કરવાની પહેલથી 15 MTPA નો આ વધારો USD 48/MT ના ખૂબ ઓછા મૂડીખર્ચ પર આવશે. વધુમાં, પ્લાન્ટ લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને અવરોધ દૂર કરવાથી હાલની ક્ષમતા (107 MTPA) ઉપયોગને 3% સુધારવામાં મદદ મળશે. અમે 12 મહિનાના સમયગાળામાં અમારા પ્લાન્ટ્સ ખાતે 13 બ્લેન્ડર પણ સ્થાપિત કરી રહ્યા છીએ જે પ્રોડક્ટ મિક્સને ઑપ્ટિમાઇઝ કરશે અને પ્રીમિયમ સિમેન્ટનો હિસ્સો વધારશે, જેના પરિણામે પ્રાપ્તિમાં સુધારો થશે. લીડરશીપ યાત્રાના પરિણામે વેચાણ ખર્ચમાં 5% ઘટાડો થયો છે અને અમારી હાલની સંપત્તિઓને ~ રૂ. 1,189 PMT નો PMT EBITDA અને રૂ. 1,060 PMT નો એકંદર EBITDA હાંસલ કરવામાં સફળતા મળી છે. નાણાકીય વર્ષ 2025-26ના બાકીના સમયગાળા માટે અમારો અંદાજ સકારાત્મક રહે છે. અમે ડબલ ડિજિટની આવક વૃદ્ધિ અને ચાર ડિજિટની PMT EBITDA હાંસલ કરવા આશાવાન છીએ. નાણાકીય વર્ષ 2025-26 પૂર્ણ થયા બાદ આગામી બે વર્ષ માટે અમારો કુલ ખર્ચ કુલ રૂ. 4,000 PMT અને વાર્ષિક ધોરણે 5%નો ઘટાડો કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ, જે અમને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં રૂ. 3,650 PMT ના ખર્ચ લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
અમારું સિમેન્ટ ઇન્ટેલિજન્ટ નેટવર્ક ઓપરેશન્સ સેન્ટર (CiNOC) વ્યવસાયિક કામગીરીમાં એક આદર્શ પરિવર્તનને સક્ષમ બનાવશે. AI અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં ઊંડાણપૂર્વક પ્રવેશ કરશે, કાર્યક્ષમતા, ઉત્પાદકતા અને વેલ્યૂ ચેઈનમાં સ્ટેકહોલ્ડર્સ સાથે ગાઢ જોડાણ કરશે.”
કામગીરીના મુખ્ય મુદ્દાઓ:
રેવન્યુ લીડરશીપઃ
મૂલ્ય અને બજાર હિસ્સા પર વ્યાપક ધ્યાન કેન્દ્રિત કરતાં પ્રાપ્તિમાં વાર્ષિક ધોરણે 3%નો સુધારો થયો છે, બજાર હિસ્સો 1% વધી હવે 16.6% થયો છે, પ્રાપ્તિમાં પ્રીમિયમ સિમેન્ટમાં કોમર્શિયલ વેચાણના 35% પર ટકી રહ્યો છે (પ્રીમિયમ સિમેન્ટનો વોલ્યુમ વૃદ્ધિ વાર્ષિક ધોરણે 28%).
- Q2માં અત્યારસુધીનું સૌથી વધુ સિમેન્ટ વેચાણ 16.6 મિલિયન ટન, વાર્ષિક ધોરણે 20% વૃદ્ધિ.
- Q2માં અત્યાર સુધીની સૌથી વધુ ત્રિમાસિક આવક રૂ. 9,174 કરોડ, જે વાર્ષિક ધોરણે 21% વધી.
અમારા ગ્રુપ સિનર્જી અને કાર્યક્ષમતાએ પરિણામો આપવાનું શરૂ કર્યું છે જેમાં કુલ ખર્ચમાં વાર્ષિક ધોરણે 5% ઘટાડો થયો છે, જેમાં કિલન ફ્યુઅલ ખર્ચ (AFR સહિત) 1.60/’000 kCal પર પહોંચ્યો છે, જે રૂ. 1.65/’000 kCal (AFR સિવાય) છે, જે અન્ય હરીફની તુલનાએ સૌથી ઓછો છે. કંપની પાસે આ ઓછી કિંમતના કોલસાની 2 મહિનાની સમકક્ષ ઇન્વેન્ટરી છે જે કિંમતને નીચા સ્તરે ટકાવી રાખવામાં મદદ કરશે.
સુધારેલી કાર્યક્ષમતા અને ઉચ્ચ ઓપરેટિંગ લીવરેજ, ઘટાડેલા લીડ અંતર અને ગ્રીન પાવરના વધુ હિસ્સાને કારણે બીજા અર્ધવાર્ષિકમાં ખર્ચ ~ રૂ. 200 PMT ઘટવાની અપેક્ષા છે. કોલસા પરનો સેસ દૂર થવાનો લાભ અને AFR ઉપયોગમાં સુધારો ખર્ચ ઘટાડવા મદદરૂપ થશે. બીજા ત્રિમાસિકમાં કોલસા અને પેટકોક અનુક્રમે 66% અને 34% છે. જે બીજા અર્ધવાર્ષિકમાં વધુ સુધરીને 71% કોલસો અને 29% પેટકોક થશે.
નાણાકીય વર્ષ 26ના અમારા કુલ ખર્ચનો અંતિમ લક્ષ્ય ~ રૂ. 4,000 PMT આગામી બે વર્ષમાં દર વર્ષે વધુ 5% ઘટાડા માટે ગતિ નક્કી કરશે, જે નાણાકીય વર્ષ 2027-28ના અંત સુધીમાં રૂ. 3650 PMT હાંસલ કરવાનો માર્ગ મોકળો કરશે. જે મુખ્યત્વે કાચા માલના ઓછા ખર્ચ (~રૂ. 50 PMT), વીજળી અને બળતણ (~રૂ. 200 PMT), લોજિસ્ટિક્સ ખર્ચ (~રૂ. 100 PMT) અને અન્ય ઓવરહેડ (~રૂ. 50 PMT) ને કારણે થશે.
- ગ્રૂપ સિનર્જી દ્વારા સમર્થિત કોલસાના વપરાશનો વધુ હિસ્સો (પેટકોકમાં ઘટાડો), કોલસા સેસ પાછો ખેંચવાનો લાભ.
- IU/GUની નવી ક્ષમતાઓની લેટેસ્ટ ટેક્નોલોજી કાર્યકારી કાર્યક્ષમતા (ગરમી/વીજ વપરાશ)માં સુધારો પ્રદાન કરે છે (પ્લાન્ટ્સની સરેરાશ વય ઓછામાં ઓછી 40% ઘટશે).
- સુધારેલી 155 MTPA ક્ષમતા સાથે લીડ અંતર 50 કિમી ઘટવાની અપેક્ષા છે, દરિયાઈ લોજિસ્ટિક્સ હિસ્સો 5% સુધી પહોંચશે.
- 60% ગ્રીન પાવર શેર વીજ ખર્ચ ઘટાડી રૂ. 4.5 પ્રતિ kwh (FY26ના બીજા ત્રિમાસિકમાં રૂ. 6.0 પ્રતિ kwh ની વર્તમાન વીજળી કિંમત) કરશે.
- ટકાઉ ખર્ચે પુરવઠો સુનિશ્ચિત કરવા માટે ફ્લાય એશ અને સ્લેગના લાંબા ગાળાના જોડાણ, ક્લિંકર પરિબળમાં 1% ઘટાડો.
અવરોધ દૂર કરવાની પહેલને કારણે આયોજિત ક્ષમતામાં 10% વધારો થવા સાથે ઓપરેટિંગ લીવરેજનો ફાયદો થશે, જે કોસ્ટ લીડરશીપની યાત્રા માટે હેડરૂમ પૂરો પાડશે.
બેલેન્સ શીટ સ્ટ્રેન્થ
- રૂ. 69493 કરોડની નેટવર્થ, કંપની દેવામુક્ત અને સર્વોચ્ચ રેટિંગ ક્રિસિલ AAA (સ્થિર) / ક્રિસિલ A1+ જાળવી રાખ્યું.
- કેપેક્સ પ્રોગ્રામને ટકાવી રાખવા માટે સ્વસ્થ રોકડ પ્રવાહ.
ગ્રોથ લીડરશીપ
- ક્ષમતા અને વિસ્તરણ: Q2 માં કુલ સિમેન્ટ ક્ષમતા ~109 MTPA સુધી પહોંચી, નાણાકીય વર્ષ 2025-26 સુધીમાં 118 MTPA અને નાણાકીય વર્ષ 28 સુધીમાં 155MTPA (અગાઉના લક્ષ્ય ક્ષમતા 140 MTPA થી વધીને)ના લક્ષ્યાંકને પ્રાપ્ત કરવાના માર્ગ પર છે.
- ભાટાપરા ખાતે 4 MTPA નવી ભઠ્ઠા લાઇન માટે ટ્રાયલ રન સફળતાપૂર્વક શરૂ થયો છે.
- 2 MTPA કૃષ્ણપટ્ટનમ GU કાર્યરત થયું છે જે કુલ ક્ષમતા 4 MTPA સુધી વધારી છે. આ દરિયા કિનારા આધારિત ક્ષમતા કંપનીમાં ઉપલબ્ધ દરિયાઈ લોજિસ્ટિક્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પૂરક બનાવે છે.
- સલાઈ બાનવા (2.4 MTPA), મારવાડ (2.4 MTPA), દહેજ (1.2 MTPA), કલંબોલી (1.0 MTPA) ખાતે સિમેન્ટ GUs નાણાકીય વર્ષ 26 ના ત્રીજા ક્વાર્ટરમાં (કુલ 7 MTPA) કાર્યરત થવાની અપેક્ષા છે જ્યારે ચોથા ત્રિમાસિકમાં વધારાના 5.6 MTPA (ભટિંડા, જોધપુર, વારીસાલીગંજ) કરવામાં આવશે, જે નાણાકીય વર્ષ 26 સુધીમાં 118 MTPA ના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ કરશે.
- અવરોધો દૂર કરવા અને ચાલુ વિસ્તરણથી નાણાકીય વર્ષ 27માં ક્ષમતા 5.6 MTPA અને નાણાકીય વર્ષ 28 માં 9.4 MTPA ઉમેરાશે.
- 2022માં અદાણી સિમેન્ટની ક્ષમતા સરેરાશ 38 વર્ષ હતી, જે ACC અસ્કયામતોના વારસા (સરેરાશ ૫૦ વર્ષ) થી પ્રભાવિત હતી. હવે તે સરેરાશ લગભગ 40% વધી છે અને નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં 155 MTPA ના લક્ષ્યાંકના આધારે તેમાં વધુ સુધારો થશે. જે સુધારેલી કાર્યક્ષમતા અને વધુ સારા સંચાલન લાભ માટે તકો પૂરી પાડશે.
- એક વ્યવસાય તરીકે, અમે દિવસે ને દિવસે વધુ યુવાન થઈ રહ્યા છીએ, નાણાકીય વર્ષ 2027-28 સુધીમાં અમારા પ્લાન્ટની સરેરાશ લગભગ 50% ઘટી છે. અમારા કર્મચારીઓની સરેરાશ વય શરૂઆતથી અત્યારસુધીમાં ~૩૮ વર્ષ થઈ છે.
હસ્તગત કરેલી સંપત્તિઓનું એકીકરણ:
- ઓરિએન્ટ, પેન્ના અને સાંઘી ડીલર્સ, અન્ય સપ્લાય ચેઇન ભાગીદારો અને અંતિમ ગ્રાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ સાથે અદાણી સિમેન્ટ (અંબુજા/ACC) બ્રાન્ડ્સમાં લગભગ 200% સ્થળાંતરિત થયા છે. આ ક્વાર્ટરમાં સેલ્સ પ્રમોશન કોસ્ટ રૂ. 30 PMT નોંધાયો છે.
- હસ્તગત સંપત્તિનો મુખ્ય જાળવણી પૂર્ણ થયો છે અને આ ક્વાર્ટરમાં રૂ. 42 PMT નો ખર્ચ શોષાયો છે.
- ઓરિએન્ટ EBITDA અપેક્ષાઓ સાથે સુસંગત છે, પેન્ના અને સાંઘી ઉચ્ચ ક્ષમતા ઉપયોગ અને કાર્યકારી શ્રેષ્ઠતાને કારણે સુધારો જોશે, જેના પરિણામે આગામી ક્વાર્ટરમાં એકીકૃત EBITDA માં સુધારો થશે.
- આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ભાગ: તાજેતરના સમયમાં અનેક આઇકોનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ માટે મુખ્ય સિમેન્ટ સપ્લાયર:
નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ
ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઊંચો સિંગલ-આર્ચ રેલ્વે પુલ
અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા મા ઉમિયા મંદિરના રાફ્ટ ફાઉન્ડેશન માટે કોંક્રિટ પૂરી પાડવામાં આવી, જેણે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો (અવિરત 54 કલાકમાં 24,100 ક્યુબિક મીટર)
વ્યૂહાત્મક જોડાણો / પહેલ:
- CiNOC – અમે અમારા એન્ટરપ્રાઇઝ ફેબ્રિકમાં AI સ્તર ઊંડે સુધી દાખલ કરી રહ્યા છીએ, દરેક પ્લાન્ટ, પ્રક્રિયા અને વ્યક્તિને સ્વ-શિક્ષણ, હાઈ-વેલોસિટી ઓપરેટિંગ નેટવર્કના ભાગમાં રૂપાંતરિત કરી રહ્યા છીએ. એજન્ટિક AI ટીમના સભ્યોના વેબ દ્વારા, અમે માનવ નિર્ણયને મશીન પ્રિસિઝન સાથે ફ્યુઝ કરી રહ્યા છીએ જે અમારી સિસ્ટમોને વેચાણ, ઉત્પાદન અને લોજિસ્ટિક્સમાં સ્વાયત્ત રીતે સમજવા, નિર્ણય લેવા અને કાર્ય કરવા સક્ષમ બનાવે છે. આ અમારી કામગીરીમાં એક આદર્શ પરિવર્તન લાવશે. \
- ટાંકી કન્ટેનરની હેરફેર માટે CONCOR સાથેના MoU લોજિસ્ટિક્સ ખર્ચને ઑપ્ટિમાઇઝ કરવામાં અને નેટ ઝીરો ઉત્સર્જન પ્રતિબદ્ધતાને સરળ બનાવવામાં મદદ કરશે. આ ભાગીદારી બલ્ક સિમેન્ટ ટર્મિનલ્સ (BCTs) સ્થાપવા માટેનો માર્ગ મોકળો બનાવે છે જેની જાહેરાત યોગ્ય સમયે કરવામાં આવશે.
- વિવિધ હિસ્સેદારો સાથે વ્યાપક અને ઊંડા જોડાણ માટે SamvAAAD, NirmAAAAnotsav, Adani Cement FutureX, Dhanvarsha પહેલ શરૂ કરવામાં આવી.
વૈશ્વિક સ્તરે અંબુજાની કામગીરી
- વિશ્વની નવમી સૌથી મોટી સિમેન્ટ કંપની, વિશ્વના સૌથી ઊંચાઈવાળા સિમેન્ટ પ્લાન્ટ સાથે સૌથી ઝડપથી વિકસતી કંપનીઓ પૈકી એક.
- ઈન્ટરનેશનલ રિન્યુએબલ એનર્જી એજન્સી (IRENA) હેઠળ એલાયન્સ ફોર ઇન્ડસ્ટ્રી ડીકાર્બોનાઇઝેશન (AFID) માં જોડાનાર વિશ્વની પ્રથમ સિમેન્ટ કંપની.
- અંબુજા તેની પેટાકંપની ACC સાથે ભારતની અગ્રણી અને વૈશ્વિક સ્તરે ચાર ટોચની સિમેન્ટ કંપનીઓ પૈકી એક છે જે નજીકના ગાળા 2030 અને લાંબા ગાળા 2050 માટે SBTi દ્વારા માન્ય કરાયેલ વિજ્ઞાન-આધારિત નેટ-ઝીરો લક્ષ્યો ધરાવે છે.
GST રેટ રેશનલાઈઝેશન:
- 22 સપ્ટેમ્બર 2025થી GST 2.0 સુધારા હેઠળ સિમેન્ટ પર GST 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેનો સંપૂર્ણ લાભ ગ્રાહકોને આપવામાં આવ્યો છે. આ સંદર્ભમાં, કંપનીએ રાષ્ટ્રીય મીડિયા, સોશિયલ મીડિયા, ડીલરો અને અન્ય ચેનલ ભાગીદારો સાથે વાતચીતમાં વ્યાપક સંદેશાવ્યવહાર કર્યો છે. સિમેન્ટના ભાવમાં ઘટાડો થવાને કારણે GST સુધારાઓથી મહત્વાકાંક્ષી ગ્રાહકોને અદાણી સિમેન્ટના પ્રીમિયમ ઉત્પાદનો પસંદ કરવામાં મદદ મળી છે.
ESG અપડેટ્સ
- અંબુજા સિમેન્ટ્સ લિમિટેડે નાણાકીય વર્ષ 2025 માટેનો તેનો સસ્ટેનેબિલિટી રિપોર્ટ બહાર પાડ્યો છે, જે હવે કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
- અદાણી સિમેન્ટે નાણાકીય વર્ષ 26ના પહેલા છ મહિના સુધીમાં 7.1 મિલિયન વૃક્ષો વાવ્યા છે, જે અદાણી ગ્રુપના 2030 સુધીમાં 100 મિલિયન વૃક્ષો ઉગાડવાના સંકલ્પ સાથે સુસંગત 8.3 મિલિયન વૃક્ષો વાવવાની પ્રતિબદ્ધતાના ભાગ રૂપે છે.
- વોટર પોઝિટિવ વાર્ષિક 12 ગણો (ચોમાસાને કારણે, તે અંબુજા સ્ટેન્ડઅલોન સ્તરે 29.6 ગણો થયો), તમામ ઉત્પાદન સ્થળોએ ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ (ZLD) જાળવી રાખવામાં આવ્યો. ઉત્પન્ન થતા 100% કચરાંને સ્થળ પર જ ટ્રિટ કરવામાં આવે છે અને ધૂળમાં ઘટાડો અને ઠંડક હેતુ માટે રિસાયકલ કરવામાં આવે છે.
- કંપની પાણી સંરક્ષણ, કચરાનું કો-પ્રોસેસિંગ, કચરામાંથી મેળવેલા સંસાધનોનો ઉપયોગ અને શિક્ષણ, આરોગ્યસંભાળ, આજીવિકા અને માળખાગત સુવિધાઓમાં સમુદાય વિકાસ કાર્યક્રમો તરફની તેની પહેલોમાં રોકાણ કરવાનું ચાલુ રાખે છે.
- ઘણા પ્લાન્ટ્સે ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના CII ઉર્જા કાર્યક્ષમતા પુરસ્કારો અને સલામતી શ્રેષ્ઠતા પુરસ્કારો જીત્યા છે.
- કંપની રોબોટિક્સ લેબ્સ, ડ્રોન લેબ્સ, ગ્રામીણ KPOs, યુવા કૌશલ્ય, મહિલા સશક્તિકરણ દ્વારા સમુદાયોને કૌશલ્યમાં વધારો કરી રહી છે – સમાવિષ્ટ વિકાસ માટે એક બ્લુપ્રિન્ટ બનાવી રહી છે.
બ્રાન્ડિંગ અને ટેકનિકલ સેવાઓ:
IPSOS સાથે વ્યાપક બ્રાન્ડ ટ્રેક રિસર્ચ કવાયત શરૂ કરી. અભ્યાસનો પ્રથમ તબક્કો મુખ્ય રાજ્યોમાં અમારી બ્રાન્ડ્સની ટોપ ઓફ માઇન્ડ જાગૃતિ અને વિચારણા/પસંદગી અંગે સકારાત્મક વલણો દર્શાવે છે અને સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સ શ્રેણી સાથે અદાણી બ્રાન્ડનું જોડાણ વિવિધ ભૌગોલિક અને ગ્રાહક અને પ્રભાવક વિભાગોમાં મજબૂત હાજરી દર્શાવે છે.
- પ્રીમિયમ પ્રોડક્ટ અંબુજા કવચ ગ્રાહકોની જરૂરિયાતોને ઉકેલતા વોટર-રેપેલન્ટ લાભોને પ્રકાશિત કરતી લક્ષિત સામગ્રી દ્વારા પ્રમોટ કરવામાં આવી.
- મલ્ટિપ્લેક્સ અને સિંગલ-સ્ક્રીન થિયેટરોમાં ઉચ્ચ-અસરકારક સિનેમા જાહેરાતોએ બ્રાન્ડની ખ્યાતિમાં વધારો કર્યો.
- ઇલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સમગ્ર ભારતમાં જોડાણ 300 મિલિયનથી વધુ લોકો સુધી પહોંચ્યું, વિઝિબિલિટી અને ગ્રાહક સાથે જોડાણને વેગ આપ્યો.
- ‘હીરોઝ ઓફ અદાણી’ ના વીડિયો લોન્ચ કરવામાં આવ્યા, અનેરી ડીલર વાર્તાઓને પ્રકાશિત કરવામાં આવી અને અધિકૃત વાર્તા દ્વારા ભાવનાત્મક બ્રાન્ડ જોડાણને મજબૂત બનાવવામાં આવ્યું.
- ટેકનિકલ સેવાઓ મજબૂત રહી, 35,000+ કોન્ટ્રાક્ટરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 222 વર્કશોપ અને 100+ ટેકનિકલ ઇવેન્ટ્સ યોજાઈ, જેનાથી ક્ષમતા અને ગ્રાહક સંતોષમાં વધારો થયો.
આઉટલુક
- FY26ના બીજા ક્વાર્ટરમાં સિમેન્ટની માંગ મધ્યમ રહી અને વાર્ષિક ધોરણે ~4% વધી. GST 28% થી ઘટાડીને 18% કરવા, આર્થિક ભાવનાઓમાં સુધારો, જાહેર અને ખાનગી બંને ક્ષેત્રો તરફથી ઊંચા રોકાણો સાથે, માંગમાં વધારો થવાની અપેક્ષા છે, અને અમે 7-8% ના અમારા વાર્ષિક વૃદ્ધિ અંદાજને ફરીથી પુષ્ટિ આપીએ છીએ.
સિદ્ધિઓ
- ગ્રાહક અને પ્રભાવક જોડાણમાં લીડરશીપની ઉજવણી કરતા 12મા DCX ડિજિટલ ગ્રાહક અનુભવ કોન્ફેક્સ અને એવોર્ડ્સ 2025માં ‘બેસ્ટ CX અને ઇન્ફ્લુએન્સર માસ્ટરી’ એવોર્ડ જીત્યો.
- મરાઠા લાઇન-II પ્રોજેક્ટને ISDA ઇન્ફ્રાકોન નેશનલ એવોર્ડ્સ 2025માં બેસ્ટ કંસ્ટ્રક્શન પ્રોજેક્ટ માટે સિંદરી જીયુ એક્સપાન્સન પ્રોજેક્ટ ધ ગોલ્ડ એવરોડ્ અને શ્રેષ્ઠ HSE પ્રોજેક્ટ માટે ગોલ્ડ એવોર્ડ મળ્યો છે.
- 2025માં ઊર્જા વ્યવસ્થાપનમાં શ્રેષ્ઠતા માટે 26મા CII રાષ્ટ્રીય પુરસ્કાર, ચિત્તાપુર પ્લાન્ટને ‘નેશનલ એનર્જી લીડર’ નામથી સન્માન, પાંચ પ્લાન્ટને ‘એક્સેલન્ટ એનર્જી ઈફિશિયન્ટ યુનિટ’ અને ચાર અન્યને ‘એનર્જી ઈફિશિયન્ટ યુનિટ’ પુરસ્કાર પ્રાપ્ત થયા.
- ભાટાપારા, દાદરી, નાલાગઢ, મદુક્કરાય અને ભટિંડા એકમોને 7મા ICC નેશનલ ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એવોર્ડ્સ ખાતે સેફ્ટી એક્સેલન્સ એવોર્ડ્સ પ્રાપ્ત થયા છે.
- TRA રિસર્ચ દ્વારા તેના બ્રાન્ડ ટ્રસ્ટ રિપોર્ટ 2025માં સતત ચોથા વર્ષે ‘ભારતના સૌથી વિશ્વસનીય સિમેન્ટ બ્રાન્ડ 2025’ તરીકે ક્રમાંક આપવામાં આવ્યો.
