અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

ચિરિપાલ ગ્રૂપ તેના પર્યાવરણ-મેત્રીપૂર્ણ પ્રતિબદ્ધતાનાં ભાગરૂપે અમદાવાદના ગ્રીન કવરને વધારવાની ઝુંબેશમાં મિર્ચી સાથે હાથ મિલાવ્યો છે. “ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા” નામની આ પહેલની શરૂઆત વિશ્વ પર્યાવરણ દિવસના રોજ કરવામાં આવી હતી. આ પહેલ અંતર્ગત અમદાવાદમાં 50,000 વૃક્ષો વાવવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક મૂકવામાં આવ્યો હતો. આ પહેલ એપોલો સીવીએચએફ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા સહ સંચાલિત તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ સાથ આપ્યો છે.

શાંતિ બિઝનેસ સ્કૂલ ગ્રાઉન્ડ ખાતે 26 જૂનના રોજ ‘ચિરિપાલ મિર્ચી ગ્રીન યોદ્ધા’નો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં અમદાવાદના મેયર શ્રી કિરીટ પરમાર, અમદાવાદ મ્યુનસિપાલ કોર્પોરેશન(એએમસી)ના કમિશનર લોચન સેહરા, એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેભાઈ બારોટ, એએમસીના ગાર્ડન વિભાગના ડિરેક્ટર જીજ્ઞેશ પટેલ, ચિરિપાલ ગ્રુપના પ્રમોટર રોનક ચિરિપાલે નાગરિકોને અપીલ કરી હતી કે શહેરને હરિયાળું બનાવવા માટે તમારાથી શક્ય હોય તેટલું યોગદાન આપો. આ સમારોહમાં એપોલો સીવીએચએફ હાર્ટ ઈન્સ્ટિટ્યૂટના સીઈઓ ડો. સમીર દાની અને ચિરિપાલ ગ્રૂપના સિનિયર પ્રમોટર્સ પણ હાજર રહ્યા હતા.

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે આ ખાસ ડ્રાઈવ વિષે જણાવ્યું હતું કે, “ચિરિપાલ ગ્રૂપ પોતાના લક્ષ્ય પ્રત્યે અડગ છે. અમે અમદાવાદના ગ્રીન કવરને વધારવા અને હવાની ગુણવત્તા સુધારવા માટે કટિબદ્ધ છીએ. અમે અમારી આ સફળતા માટે શહેરીજનોનો આભાર માનીએ છીએ, અને અમે ઈચ્છીએ છીએ કે તમામ અમદાવાદીઓ શહેરને હરિયાળું બનાવવા માટેનાં આ ખાસ કાર્યક્રમમાં ઉત્સાહ પૂર્વક જોડાય.’’

ENILના બિઝનેસ ડિરેક્ટર નિમિત તિવારીએ જણાવ્યું હતું કે, “ મિર્ચીએ છેલ્લા કેટલાક વર્ષોમાં સફળતાપૂર્વક વૃક્ષારોપણની પહેલ હાથ ધરી છે. નાગરિકોની વિશાળ ભાગીદારી આ ડ્રાઈવ ચોક્કસપણે અમદાવાદનો દેખાવ બદલી નાંખશે અને શહેરને હરિયાળું બનાવી દેશે સાથે વનસ્પિતિ અને પ્રાણીજાતને પણ સમૃદ્ધ કરશે.’’

Share This Article