અંબાજીમાં માઈભક્તોનો ધસારો યથાવત રીતે જારી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

પાલનપુર: યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં સાત દિવસીય ભાદરવી પૂનમના મેળાના આજે પાંચમા દિવસે વરસાદી માહોલ હોવા છતાં ભક્તિ અને શ્રદ્ધાના સથવારે માઈ ભક્તોનો ધસારો અકબંધ રહ્યો હતો. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી સુવિધાઓની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે. દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન સંદિપ સાગલેની સૂચના અને માર્ગદર્શન મુજબ મેળામાં યાત્રિઓને સરળતાથી તમામ સુવિધા મળી રહી છે. અંબાજી મંદિર પરિસર અને સમગ્ર અંબાજીને જિલ્લા વહીવટીતંત્ર અને ટ્રસ્ટ દ્વારા રોશની અને લાઈટીંગની સુંદર વ્યવસ્થાના લીધે ભવ્યતા અને સુંદરતામાં ચાર ચાંદ લાગી ગયા છે. ૨૫મી સપ્ટેમ્બરના દિવસે ભાદરવી પુનમ મેળાનો અંતિમ દિવસ રહેશે.

૩૦ લાખથી વધુ શ્રદ્ધાળુ સાત દિવસના ગાળા દરમિયાન પહોંચે છે. ચોથા દિવસે ચાર લાખ ૫૪ હજારથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો હતો. આજે પાંચમાં દિવસે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતા. ગઈકાલે ચોથા દિવસે ત્રણ લાખ ૬૬ હજાર ૯૬૩ ફુડ પેકેટનું વિતરણકરવામાં આવ્યું હતું. ચાર દિવસની કુલ આવક એક કરોડ ચાર લાખ ૭૩ હજાર સુધી પહોંચી ગઈ છે. જેમાં સોનાની ભેટનો પણ સમાવેશ થાય છે. માતાના દર્શન માટે પણ લાંબી લાઈનો અકબંધ રહી છે. રસ્તાઓ ઉપર જિલ્લા વહીવટીતંત્ર અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા વ્યાપક સુવિધાઓ કરવામાં આવી છે.

માઈભક્તો દ્વારા રસ્તાઓ ઉપર ઠેર ઠેર ચા-પાણી, નાસ્તા, વિસામો, જમવાની વ્યાપક સુવિધા ગોઠવામાં આવી છે. અંબાજી મેળા ઉપર કલેક્ટર સંદીપ સાગલેની સીધી નજર રહેલી છે. મેળાને સફળ બનાવવા તમામ તૈયારીઓ કરાઈ છે. શÂક્તપીઠ આરાસુરીમાં મા અંબેનું અંબાજી ગણાય છે. આરાસુરમાં માતાજીના હૃદયનું અને અર્બુદાચલ આબુ પર્વત પર અદ્ધર (હોઠ)નો ભાગ પડ્યો હોવાનું માનવામાં આવે છે.  અભૂતપૂર્વ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. આજે પણ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. માતાજીના દર્શન કરવા માટે લાંબી લાઈનો લાગી હતી. કલાકો સુધી લોકો લાઈનમાં ઉભા રહ્યા હતા. બીજી બાજુ પગપાળા સંઘ પણ અભૂતપૂર્વ સંખ્યામાં રસ્તાઓમાં પહોંચી રહ્યા છે. અંબાજી દેવસ્થાન દ્વારા પણ રસ્તાઓ ઉપર યાત્રીઓ માટે ઘણા સ્થળોએ પાકા સેડ બનાવવામાં આવ્યા છે. મેળા પ્રસંગે ટ્રસ્ટ દ્વારા ૮૧ જગ્યાએ હંગામી વોટરપ્રુફ વિશાળ શેડ બનાવવામાં આવ્યા છે. અંબાજી મંદિરમાં લાઈન ઉભા રહેલા દર્શનાર્થીઓને સ્વયંસેવકો દ્વારા જળ સેવા આપવામાં આવી રહી છે. યાત્રીકો માટે રેલિંગ અલગ વ્યવસ્થા છે. દર્શન કરીને બહાર આવતા દર્શનાર્થીઓના ચહેરા પર આનંદ સંતોષની લાગણી જાવા મળી રહી છે.

આ મેળો ૨૫મી સપ્ટેમ્બર સુધી ચાલનાર છે. મેળાને લઇને અભૂતપૂર્વ ઉત્સાહ શ્રદ્ધાળુઓમાં જાવા મળી રહ્યો છે. મેળાના પરિણામ સ્વરુપે અંબાજી જતા માર્ગો ઉપર શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાવા મળી રહી છે. જુદી જુદી જગ્યાઓ ઉપર જુદા જુદા સંગઠનોના સ્વૈÂચ્છક લોકો સેવા માટે સક્રિય થયા છે. શ્રદ્ધાળુઓની સેવા માટે ચા-કોફી, નાસ્તા અને ભોજન માટે શિબિર લગાવવામાં આવ્યા છે. ગુજરાતમાંથી જ નહીં બલ્કે દેશના જુદા જુદા ભાગોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં પહોંચી રહ્યા છે. પદયાત્રીઓ માતાના દર્શન કરવા માટે ઉત્સાહિત છે. યાત્રીઓની સુવિધાને ધ્યાનનમાં લઇને એસટી વિભાગ તરફથી બસો દોડાવવામાં આવી રહી છે.

Share This Article