નવી દિલ્હી: Amazon.in એ તેના સૌથી મોટા ફેસ્ટિવ સેલિબ્રેશન ‘ગ્રેટ ઇન્ડિયન ફેસ્ટિવલ’ 10 થી 15 ઓક્ટોબર, 2018 દરમિયાન યોજવાની જાહેરાત કરી છે. ગત વર્ષની માફક પ્રાઇમ અરલી એક્સેસના ભાગરૂપે પ્રાઇમ મેમ્બર્સ માટે ફેસ્ટિવલનો વહેલો પ્રારંભ થશે. ગ્રાહકો સ્માર્ટફોન, લાર્જ એપ્લાયન્સિસ અને ટીવી, હોમ અને કિચન પ્રોડક્ટ્સ, ફેશન તેમજ ગ્રોસરી એન્ડ બ્યુટી, કન્ઝ્યુમર ઇલેક્ટ્રિક્સ સહિતની પ્રોડક્ટ્સ ઉપર શ્રેષ્ઠ ડીલ મેળવશે.
નવી દિલ્હીમાં પોતાના સૌપ્રથમ ‘એમેઝોન ફેસ્ટિવ હોમ’ની રજૂઆત કરતાં Amazon.in એ લાર્જ એપ્લાયન્સિસ, હોમ ડેકોર અને કિચન પ્રોડક્ટ્સની સાથે-સાથે વોડ્રોબ, ફેસ્ટિવ આઇટમ, હાઉસહોલ્ડ ગ્રોસરીની જરૂરિયાતને પૂર્ણ કરતાં પોતાની જાતને પૂર્ણ શોપિંગ ડેસ્ટિનેશન તરીકે સ્થાપિત કરી છે. વિવિધ કેટેગરીમાં વ્યાપક સિલેક્શન દર્શવતા ‘એમેઝોન ફેસ્ટિવ હોમ’માં 100થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ ની 1600થી વધુ પ્રોડક્ટ્સ સામેલ કરવામાં આવી છે.
દરેક ગૃહિણીની અપેક્ષાને પૂર્ણ કરતાં બેસ્ટ-ઇન-ક્લાસ હોમ ડેકોર, ફર્નિશિંગ, ફર્નિચર, નાના અને મોટા એપ્લાયન્સિસ, કિચન પ્રોડક્ટ્સ વગેરે ઉપલબ્ધ બનશે.
એમેઝોન ઇન્ડિયાના કેટેગરી મેનેજમેન્ટમા વાઇસ પ્રેસિડેન્ટ મનિષ તિવારીએ જણાવ્યું હતું કે, અમારા ગ્રાહકો તહેવારોમી મોસમ માટે સજ્જ છે ત્યારે એમેઝોન ફેસ્ટિવ હોમમાં ભારતની મોટી બ્રાન્ડ્સની વિશિષ્ટ પ્રોડક્ટની વિશાળ શ્રેણી ઉપલબ્ધ બનશે.
એમેઝોન પે ઇએમઆઇ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તથા બજાજ ફિનસર્પવ ઉપર નો કોસ્ટ ઇએમઆઇ, ફાસ્ટ ડિલિવરી, મોબાઇલ ફોન એક્સચેન્જ વગેરે ઓફર્સનો પણ ગ્રાહકો લાભ ઉઠાવી શકશે.