અમદાવાદ : ગુજરાત કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ ચરમસીમા ઉપર પહોંચી ચુકી છે. લોકસભાની ચુંટણી નજીક છે ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપી દીધું છે. હવે પાર્ટીના વધુ એક ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. અલ્પેશ પણ ટુંક સમયમાં જ ભાજપમાં સામેલ થાય તેવા સંકેત મળી રહ્યા છે. અલબત્ત અલ્પેશ પટેલે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી પરંતુ અલ્પેશ ઠાકોર કહી ચુક્યા છે કે સત્તામાં રહીને જ સમાજ સાથે સંબંધિત કામ થઈ શકે છે. પાર્ટીના વર્તનને લઈને અલ્પેશ પણ ઘણા દિવસથી નારાજ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
જોકે અલ્પેશના સંદર્ભમાં કોંગ્રેસ પાર્ટી તરફથી હજુ સીધી આ પ્રકારની કોઈ વાત કરવામાં આવી નથી. અલ્પેશને લઈને મનાવવાના પ્રયાસ પણ થઈ રહ્યા છે. આશાબેનના રાજીનામા બાદ અલ્પેશ ઠાકોરને લઈને પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા તીવ્ર બની છે. અલ્પેશ ઠાકોરને લઈને છેલ્લા ઘણા સમયથી અહેવાલો આવી રહ્યા છે. પોતાના સમુદાયના લોકોને રાહત અપાવવાના હેતુસર અલ્પેશના પ્રયાસો જારી રહ્યા છે. અલ્પેશ હાલમાં રૂપાણીને પણ મળી ચુક્યા છે.
અલ્પેશ ઠાકોર કહી ચુક્યા છે કે સમાજના હિતમાં કામ કરવા માટે તૈયાર છે. તે પાર્ટીના બદલે પતાના સમાજના લોકો માટે કામ કરવાને લઈને વધારે ઉત્સુક છે. જુદા જુદા કાર્યક્રમોમાં અલ્પેશ હાજરી આપી રહ્યા છે. આજે પણ અલ્પેશ જુદા જુદા કાર્યક્રમોમાં વ્યસ્ત દેખાયા હતા. જાકે કોઈ ખુલાસો તેમના તરફથી કરવામાં ન આવતા રાજકીય ગરમી અકબંધ રહી છે. ગુજરાતમાં વિધાનસભાની ચુંટણી દરમિયાન અલ્પેશ ઠાકોરને કોંગ્રેસમાં સામલે કરી લેવામાં આવ્યા હતા. જાકે ત્યારબાદ અલ્પેશની કોંગ્રેસના અન્ય નેતાઓ સાથે ખેંચતાણ રહી છે.