ગાંધીનગર : દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે વાયબ્રન્ટ સમિટની શરૂઆત કરવામાં આવી હતી.વાયબ્રન્ટની સાથે સાથે નીચે મુજબ છે.
- દર બે વર્ષે યોજતા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની આવતીકાલથી વિધીવત રીતે ભવ્ય શરૂઆત થઇ રહી છે. આને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે.
- મહાત્મા મંદિર ખાતે શુક્રવારથી આની શરૂઆત થઇ રહી છે. તમામ ટોપના ઉદ્યોગપતિઓ તેમાં ભાગ લઇ રહ્યા છે.
- વડાપ્રધાન મોદી વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટે આજે ગુજરાત પહોંચી રહ્યા છે. ગુજરાત યાત્રા દરમિયાન તેમના ભરચક કાર્યક્રમ છે.
- સાંજે ચાર વાગ્યાની આસપાસ મોદી અમદાવાદમાં નવા વીએસ હોસ્પિટલનનુ લોકાર્પણ કરશે
- સાંજે પાંચ વાગે સાબરમતી રિવરફ્રન્ટ પર અમદાવાદ શોપિંગ ફેસ્ટીવલ ઉદ્ઘાટન કરશે.
- સવારે દસ વાગે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનુ ઉદ્ઘાટન કરનાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવમાં વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સમ્મેલનનુ ઉદ્ઘાટન કરનાર છે
- વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઇને તમામ તૈયારી છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહી છે.
- આ વખતે રાફેલ ડીલને લઇને જારી વિવાદના કારણે અનિલ અંબાણી નજરે પડી રહ્યા નથી.
- મોદીની યાત્રાને લઇને સઘન સુરક્ષા વ્યવસ્થા તમામ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવી છે
- જંગી રોકાણને લઇને નવી ચર્ચા છેડાઇ ગઇ
- જુદા જુદા દેશોના પ્રતિનિધીઓ પણ ભાગ લેવા માટે પહોંચી રહ્યા છે
- આગામી ત્રણ દિવસ ગુજરાત વાયબ્રન્ટના રંગમાં રંગાઇ જશે