નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ આજે ભારતીય હવાઇ દળે જવાબી કાર્યવાહી કરી હતી. પાકિસ્તાની ત્રાસવાદી લીડરો જે વિસ્તારોમાં છુપાયેલા હતા તે વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો હતો. ભારતીય હવાઇ દળે જોરદાર તૈયારી સાથે આ હુમલો કર્યો હતો. યુદ્ધ વિમાનોમાં હવામાં ફ્યુઅલ ભરવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મિરાજ વિમાનો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. અત્રે નોંધનીય છે કે જૈશે મોહંમદે પાકિસ્તાનના બહાવલપુર શહેરમાં હેડક્વાર્ટર પણ બનાવી લીધું હતુ.
૨૦૧૬માં પઠાણકોટ એરવેઝ અને ઉરીમાં સેનાના કેમ્પ ઉપર હુમલો કરવામાં આવ્યા બાદ પણ આ આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી સ્વીકારી હતી. આ હુમલો કરવામાં આવ્યા બાદ વોલ સ્ટ્રીટ જર્નલના એક રિપોર્ટમાં જૈશે મોહંમદના સંદર્ભમાં માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું હતુ કે સેન્ટ્રલ બહાવલપુરમાં જૈશ હેડક્વાર્ટર છે. અહીં એક માળની ઈમારત છે. જેમાં મદરેસા પણ ચાલે છે પરંતુ હકીકતમાં જૈશના હેડક્વાર્ટર તરીકે આ ઓફિસ ચાલી રહી છે.
એટલું જ નહીં આ વિસ્તારમાં બહારના વિસ્તારમાં જૈશની એક અન્ય ઈમારત છે. જે ૧૦ એકડ હાઈવે કિનારે બનેલી છે. વોલ સ્ટ્રીટના કહેવા મુજબ અહીંના લોકો અને આતંકવાદી સંગઠનો સાથે જાડાયેલા લોકો પણ કહે છે કે આજ સુધી અહીં કોઈપણ પ્રકારની કાર્યવાહી કે દરોડા પાડવામાં આવ્યા નથી. પઠાણકોટ હુમલા બાદ સંડોવણી ખુલ્યા બાદ પણ ત્રાસવાદી સંગઠન સાથે જાડાયેલા લોકો સામે કાર્યવાહી કરવામાં આવી નથી. પાકિસ્તાનના જૈશના લોકો ખુલ્લી રીતે આતંકવાદી ગતિવિધિ ચલાવે છે. એક મૌલવી પણ આ બાબતને સ્વીકારે છે. મૌલવીએ પત્રકારને ક્હ્યું હતું અમે કોણ છે તે અંગે પણ માહિતી અપાઈ નથી. હવાઇ હુમલા બાદ દેશમાં જોરદાર ચર્ચા જોવા મળી રહી છે.