દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા આપણી ગુજરાતની દીકરી માટે નિર્ણાયક રહેશે
એક-એક વર્ષથી જર્મનીની ચાઈલ્ડ સર્વિસ દ્વારા વિવિધ કાયદાઓ હેઠળ જર્મનીની ફોસ્ટર કેરમાં રાખવામાં આવેલી આપણા ગુજરાતની નાનકડી ભુલકી અરિહા શાહ ને ભારત લાવવાની માંગ દેશ ના ખૂણે ખૂણે થી ઉઠી રહી છે. છેલ્લા ત્રણ મહિના દરમિયાન ગુજરાતના સાત જેટલા વિવિધ શહેરોમાં વિશાળ જન મેદની સાથે અરિહા બચાવો રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટા મોટા જૈન મહાત્માઓ અને વિવિધ સંપ્રદાયોના સંતો પણ જોડાયા હતા. આ બાળકીને જર્મનીમાંથી છોડાવીને ભારત પરત લાવવા માટે જૈન ઉપરાંત પટેલ સમાજના વિવિધ અગ્રણીઓએ પણ પોતાનાથી બનતા તમામ પ્રયાસો અને અનેક રજૂઆતો સરકારને કરી હતી.
આ બાળકી માટે ટવીટર જેવા શોશિયલ મીડિયામાં પણ અનેક રજૂઆતોનો દૌર ચાલી રહ્યો છે અને ભારતની આ દીકરીને જર્મન ચાઈલ્ડ સર્વિસ દ્વારા થઈ રહેલા તેના મૂળભૂત અધિકારો અને બાળ અધિકારોના ઉલ્લંઘન માટે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. આપણે સૌએ જોયું અને અનુભવ્યું છે કે આપણી શસ્ક્ત સરકારે કેવી રીતે કોરોના કાળમાં વિવિધ દેશોની મદદ કરી હતી અને કેવી રીતે ચાલુ યુદ્ધને પણ વિરામ આપીને પ્રધાનમંત્રીએ યુક્રેન ફસાયેલા આપણા બાળકોને ભારત પરત લાવી નવું જીવન આપ્યું હતું.
આપણા પ્રધાનમંત્રીની શસ્ક્ત વિદેશ નીતિ અને એમના સંવેદનશીલ નેતૃત્વના કારણે સમગ્ર દેશવાસીઓમાં પણ એક આશા અને અપેક્ષાનું મોજું ઉછળી રહ્યું છે કે છે કે મોદીજીના નેતૃત્વમાં ગુજરાતની આ દીકરીનો જર્મની પણ વાળ વાંકો નહિ કરી શકે પણ એ સાથે સાથે અમુક લોકો એક એક વર્ષથી આ કેસનું સમાધાન ન આવવાને લીધે વિદેશ મંત્રાલય સામે દુઃખ પણ વ્યકત કરી રહ્યા છે.
30 નવેમ્બરના રોજ, આપણા વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ મીડીયામાં જણાવ્યું છે કે જર્મનીના વિદેશ મંત્રી 5 તથા 6 ડિસેમ્બરના રોજ ભારતના પ્રવાસે છે અને એ દરમિયાન એ આપણા વિદેશ પ્રધાન ડૉ. જયશંકરજી સાથે બંને દેશો સાથે જોડાયેલા વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાના છે.
આ સમાચાર મળતાની સાથે જ, સોશિયલ મીડિયા ઉપર લાખો લોકો વિદેશ મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલયને અનુરોધ કરી રહ્યા છે કે આપણી આ ભારતની દીકરી અરિહા શાહના મુદ્દાને મજબૂત રીતે આ દ્વિપક્ષીય વાર્તા દરમિયાન ઉઠાવવામાં આવે અને દીકરીને ભારત લાવવાનો માર્ગ સુનિશ્ચિત કરવામાં આવે. દીકરીને ભારત પાછી લાવવાના પ્રયાસોમાં પરિવાર સાથે મહિનાઓથી જોડાયેલા અને સરકાર સાથે જોડાયેલ એક જૈન સમાજના કાર્યકર પાસેથી જાણવા મળ્યું છે કે આપણા પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી આ દીકરી માટે સંપૂર્ણપણે કાર્યરત છે અને એમને વ્યકતિગત રીતે આ કેસની તમામ વિગતો સમજીને તમામ મંત્રાલયોને આપણી દીકરીને ભારત પરત લાવવા માટે સક્રિય થવાના નિશાનિર્દેશ આપી દીધેલા છે.
એક તરફ દીકરીને ભારત પરત લાવવાના તમામ પ્રયત્નો ચાલુ થયા છે ત્યારે આ 5 તથા 6 ડિસેમ્બરે જર્મની અને ભારત વચ્ચે જે દ્વિપક્ષિય મંત્રાલયમાં આ દીકરીનો મુદ્દા પર વિસ્તૃત રીતે ચર્ચા થાય એવી પુરેપુરી શક્યતાઓ છે. છેલ્લા બે વર્ષથી જર્મની અને ભારત સરકાર વચ્ચેના સંબધો ગાઢ બનાવવાના બંને દેશો તરફથી પ્રયત્નો થઈ રહ્યા છે અને એ અંતર્ગત આપણા પ્રધાનમંત્રીએ પણ એક જ વર્ષમાં બે વાર જર્મનીની મુલાકાત લીધી હતી.
દિલ્હીમાં 5-6 ડિસેમ્બરે યોજાનારી ભારત-જર્મની દ્વિપક્ષિય વાર્તા દરમિયાન આપણી ગુજરાતની દીકરીનો ભારત લાવવો માર્ગ મોકળો થાય અને આપણી આ દીકરીના નાના નાના પદ ચિહ્નો ભારતની ધરતી પર આકાર પામે એવી આશા લાખો લોકો અને સાધુ સંતો વ્યકત કરી રહ્યા છે. આપણી આ ગુજરાતની દીકરી આપણા પ્રધાનમંત્રીના સન્વેદનશીલ નેતૃત્વ હેઠળમાં ભારતીને મળે અને દીકરી ભારતીયતાને પામી દેશનું ગૌરવ બને એ જ ઈશ્વરને અંતર્મનથી પાર્થના કરીયે છીએ.