અમદાવાદ : ગુજરાતમાં ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભરતા પહેલા ભાજપ પ્રમુખ અમિત શાહના રોડ શો અને રેલીમાં પાર્ટીના તમામ ટોપના નેતાઓ હાજર રહ્યા હતા. એનડીએના સાથી પક્ષોના નેતાઓએ નરેન્દ્ર મોદી અને અમિત શાહને શુભેચ્છા પાઠવી હતી.
આજે પહોંચેલા એનડીએના સાથી પક્ષોએ વિવિધ મુદ્દા પર વાત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યુ હતુ કે ભાજપ ગુજરાતમાં તમામ ૨૬ અને દેશમાં ભાજપ ૩૦૦ સીટો જીતશે. શિવ સેનાના નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે શિવ સેના અને ભાજપ વચ્ચે હવે કોઇ પ્રકારના મતભેદો નથી. જે પણ મતભેદો હતા તે દુર કરી લેવામાં આવ્યા છે. જ્યારે અમારી વચ્ચે મતભેદો હતા ત્યારે કેટલાક પક્ષો ખુશ થઇ રહ્યા હતા. ઉદ્ધવે કહ્યુ હતુ કે કેટલા લોકોના પેટમાં દુખાવો છે પરંતુ તેમની પાસે અને અમિત શાહની પાસે આ દુખાવાનો ઇલાજ છે. તમામ પરિસ્થિતીમાં ભાજપની સાથે શિવસેના છે. સૌથી જુના મિત્રો એક સાથે મજબુતીથી ઉભા છે.
એલજેપીના નેતા રામવિલાસ પાસવાને કહ્યુ હતુ કે એનડીએ અગાઉ કરતા પહેલા સીટો સાથે જીત મેળવશે.તેમણે હતુ કે વડાપ્રધાન પદ માટે હાલમાં કોઇ જગ્યા નથી. આગામી લોકસભા ચૂંટણીમાં ધ્યાન આપે તે જરૂરી છે. કેન્દ્રિય ગૃહપ્રધાન રાજનાથ સિંહે કહ્યુ હતુ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કારણે દેશની પ્રતિષ્ઠા વધી છે. આજે વિશ્વમાં ભારતનો ડંકો છે. પુલવામા હુમલા બાદ જે રીતે ભારત સરકારે કાર્યવાહી કરી છે તેના કારણે ભારતના પરાક્રમની નોંધ લેવામાં આવી રહી છે. કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીએ પણ તેમના અભિપ્રાય આપ્યા હતા.