ઈજાગ્રસ્ત જાેફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે ૮ કરોડમાં ખરીદતા આકાશ અંબાણીની વાત

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

મુંબઈ

ઈજાગ્રસ્ત જાેફ્રા આર્ચરને મુંબઈ ઈન્ડિયન્સે આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો, જેના કારણે ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ ટીમના માલિક આકાશ અંબાણીએ ૧૩ ફેબ્રુઆરીએ કહ્યું કે, ઈંગ્લેન્ડનો આ ફાસ્ટ બોલર જ્યારે ફિટનેસ હાંસલ કરશે તો તેની સાથે મજબૂત પાર્ટનર બનશે. પાંચ વખતના ચેમ્પિયન મુંબઈએ ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ મેગા ઓક્શનના બીજા દિવસે આર્ચરને ખરીદ્યો હતો. અમે આ બધી બાબતોને ધ્યાનમાં રાખી છે. તેણે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું. જે રીતે ઝડપી બોલરો ખરીદવામાં આવ્યા હતા, અમને એક વિકલ્પ ખૂબ જ સ્પષ્ટ થઈ ગયો હતો કે જાેફ્રા યાદીમાં એકમાત્ર ‘માર્કી’ ફાસ્ટ બોલર બાકી છે. તેથી અમે તેના નામની ચર્ચા પહેલેથી જ કરી હતી અને   તે આ વર્ષે ઉપલબ્ધ ન હતો પરંતુ જ્યારે તે ફિટ અને ઉપલબ્ધ હોય ત્યારે મને ખાતરી છે કે તે જસપ્રિત બુમરાહ સાથે મજબૂત ભાગીદાર બનશે. મુંબઈ ઈન્ડિયન્સે જાેફ્રા આર્ચર પર સંપૂર્ણ વિશ્વાસના આધારે નાણાંનું રોકાણ કર્યું છે. તે પહેલાથી જ સ્પષ્ટ હતું કે તે ૈંઁન્ ૨૦૨૨માં નહીં રમે. કોઈ ખેલાડીને હવેથી આગામી સિઝનમાં લઈ જવાથી એ પણ ખબર પડે છે કે તેઓ કેટલા સક્ષમ છે. આકાશ અંબાણીએ પણ ટિમ ડેવિડના વખાણ કર્યા હતા. મુંબઈએ તેમના માટે ૮.૨૫ કરોડ રૂપિયા ખર્ચ્યા. આકાશ અંબાણીએ ડેવિડ વિશે કહ્યું કે, તે વિશ્વના શ્રેષ્ઠ ફિનિશર્સમાંથી એક છે. તેણે કહ્યું, ટિમ એવો ખેલાડી છે જેને અમે છેલ્લા બે-ત્રણ વર્ષથી ટ્રેક કરી રહ્યા હતા. તે સમયે તે સહયોગી દેશો માટે રમી રહ્યો હતો અને ગયા વર્ષે તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે રમવાનો સારો અનુભવ મળ્યો હતો. જ્યારે અમને ખબર પડી કે હાર્દિક અમારી ટીમમાં નહીં હોય ત્યારે અમે સમજી ગયા કે હવે વિદેશી ખેલાડીઓને લેવા પડશે કારણ કે ભારતમાં હાર્દિક સિવાય બીજું કોઈ નહોતું. મુંબઈ ઈન્ડિયન્સના માલિકે પણ આશા વ્યક્ત કરી કે આ ખેલાડીઓ તેમની કિંમતને લઈને કોઈપણ પ્રકારના દબાણમાં નહીં આવે. મુંબઈએ આ હરાજીમાં સૌથી મોંઘો ખેલાડી ઈશાન કિશનના રૂપમાં ખરીદ્યો છે. તેણે કિશન માટે ૧૫ કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ ખેલાડી ભૂતકાળમાં પણ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, ડેવાલ્ડ બ્રેવિસ, કિરોન પોલાર્ડ, જસપ્રિત બુમરાહ, એમ અશ્વિન, બેસિલ થમ્પી, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, સંજય યાદવ, રમનદીપ સિંહ, આર્યન જુયલ, અર્જુન તેંડુલકર, તિલક વર્મા, રાહુલ બુદ્ધી, રિતિક શોકે , અરશદ ખાન, ટાઇમલ મિલ્સ, જાેફ્રા આર્ચર, ફેબિયન એલન, ડેનિયલ સેમ્સ, અનમોલપ્રીત સિંહ, ટિમ ડેવિડ, મેરેડિથ.

Share This Article