એરટેલે ગુજરાતમાં ૬૫૦૦ મોબાઈલ બ્રોડબેન્ડ સાઈટ્સ સાથે ફયુચર રેડી નેટવર્કનું નિર્માણ કર્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદઃ સૌથી વિશાળ દૂરસંચાર સેવાઓની પ્રદાતા ભારતી એરટેલ દ્વારા જે રાજ્યમાં ૭૨૫૦થી વધુ શહેરો અને ગામડાંમાં વિશ્વ કક્ષાની ડેટા સર્વિસીસ અને VoLTE (વોઈસ ઓવર એલટીઈ)ની ઉપલબ્ધતાનું વિસ્તરણ કરતાં ગુજરાત રાજ્યમાં ૬૫૦૦ મોબાઈલ બ્રોડબેન્ડ સાઈટ્સ તૈયાર હોવાની જાહેરાત આજે કરવામાં આવી છે. વિસ્તરણ પ્રક્રિયામાં એરટેલે ઉપભોક્તાઓની હાઈ- સ્પીડ ઈન્ટરનેટ જરૂરતોમાં વધારાને પહોંચી વળવા અને સરકારના ડિજિટલ ઈન્ડિયાના ધ્યેયમાં યોગદાન આપવા માટે છેલ્લા ૬ મહિનામાં દરેક ૯૦ મિનિટે એક નવી 4જી સાઈટ ગોઠવી છે. આ વિસ્તરણ ગુજરાતમાં એરટેલની VoLTE સેવાની પહોંચ વધારી 4જી ગ્રાહકો માટે હાઈ- ડેફીનિશન વોઈસ ક્વોલિટી અને ઝડપી કૉલ સેટ કરે છે.

તેની ટ્રાન્સમિશન ક્ષમતા બેગણી કરવા ઉપરાંત એરટેલે વ્યૂહાત્મક રીતે તેની મોબાઈલ બેકહોલ ક્ષમતાઓ વધારી છે અને તેનો ફાઈબર બેકબોન ૧૨૩૦૦ કિમી સુધી વિસ્તાર્યો છે, જેથી સર્વોચ્ચ કક્ષાનું ફયુચર રેડી નેટવર્ક મળવાની ખાતરી રહે.

ગુજરાતમાં આ નેટવર્ક વિસ્તરણ એરટેલનું ભૌગોલિક આવરણ વધારવા સાથે ઉચ્ચ ઈનડોર અને આઉટડોર સ્પીડ અને ઉત્કૃષ્ટ મોબાઈલ બ્રોડબેન્ડ અનુભવ પણ ઓફર કરે છે. આ પ્રગતિ વિશે બોલતાં ભારતી એરટેલના ગુજરાતના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે. સી. નરેન્દ્રને જણાવ્યું હતું કે નવી યુગના મોબાઈલ ઈન્ટરનેટ ઉપભોક્તાઓની ઝડપથી ઉત્ક્રાંતિ પામતી ઉપયોગીતા અને સતત વધતી સ્માર્ટફોન પહોંચને ધ્યાનમાં રાખીને અમે અમારી મોબાઈલબ્રોડબેન્ડ ક્ષમતાઓને ૬૫૦૦  સાઈટ્સ સાથે નવી ઊંચાઈએ લઈ જવા માટે આનંદિત છીએ. માટે મજબૂત ક્ષમતાઓ અને ઉચ્ચ સ્તરના ઈન્ફ્રાસ્ટ્રક્ટરનો અમને આધાર છે. દેશમાં અવ્વલ મોબાઈલ સેવા પ્રદાતા તરીકે  અમારી બહેતર સ્પીડ, પહોંચ અને આવરણ સાથે ડિજિટલ ભારતના સરકારના ધ્યેયમાં નોંધનીય રીતે યોગદાન આપવાની પણ અમને ખુશી છે.

આ નેટવર્ક વિસ્તરણ ભાવિ તૈયાર નેટવર્ક નિર્માણ કરવા માટે એરટેલના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ પ્રોજેક્ટ લીપના ભાગરૂપ છે. કંપનીએ આ પ્રોગ્રામ હેઠળ ભારતમાં રૂ. ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કટિબદ્ધ કર્યું છે. છેલ્લાં બે વર્ષમાં એરટેલે ભારતભરમાં ૧,૮૦,૦૦૦ મોબાઈલ સાઈટ્સ શરૂ કરી છે. કંપનીએ કામગીરીનાં પ્રથમ 20 વર્ષમાં શરૂ કરેલી મોબાઈલ સાઈટ્સની સંખ્યા જેટલી જ આ સાઈટ હોવાથી વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ મોબાઈલ નેટવર્ક રોલઆઉટ્સમાંથી એક છે.

Share This Article