મુંબઈ : ભારતમાં પ્રતિષ્ઠિત ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 સહભાગની ઉજવણી કરતાં વિયેતજેટ તેના મૂલ્યવાન ગ્રાહકોને ખાસ પ્રમોશનલ ઓફરો વિસ્તારવાની ખુશી અનુભવે છે. ભારત અને વિયેતનામ વચ્ચે બહેતર વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક આદાનપ્રદાન વધારતાં એરલાઈન ફક્ત રૂ. 5555 (*)થી શરૂ કરતાં પ્રમોશનલ ટિકિટો રજૂ કરવા માટે ખુશી અનુભવે છે.
જોડાણ વધુ મજબૂત બનાવવા અને અવિસ્મરણીય અનુભવો નિર્માણ કરવાના તેના મોજૂદ પ્રયાસોના ભાગરૂપ એરલાઈન્સ ગૌરવપૂર્વક તેની બીજી કેમ્પેઈન લવ કનેક્શન 2024 રજૂ કરી રહી છે. આ પ્રોગ્રામનું લક્ષ્ય નોંધપાત્ર પ્રેમકથાઓ સાથેનાં ભારતીય યુગલોને 50 મફત ફ્લાઈટ ભેટ આપીને ખુશી આપવાનું છે. આ પ્રમોશનલ ટિકિટો દરેક વિધિસર વેબસાઈટ પર અને વિયેતજેટ એર મોબાઈલ એપ પર દરેક બુધવાર, ગુરુવાર અને શુક્રવારે (GMT+7) ખરીદી માટે ઉપલબ્ધ છે. 2024માં સાનુકૂળ ફ્લાઈટના સમય સાથે એરલાઈન બંને રાષ્ટ્રની સંસ્કૃતિ માણવા માગતા નાગરિકો અને પર્યટકોની ખુશી માટે આસાન અને સુવિધાજનક પ્રવાસનું લક્ષ્ય રાખશે.
લવ કનેકશન- ફોલ ઈન લવ ઓલ ઓવર અગેઈન 2023 પ્રોગ્રામની સફળતા પર ભાર આપતાં લવ કનેકશન 2024 કેમ્પેઈન ભારતીય યુગલોની પ્રેમકથાની ઉજવણી અને સન્માન કરવા માટે સુસજ્જ છે. loveconnection.vietjetair.com ખાતે વિયેતજેટની સમર્પિત વેબસાઈટ પર તેમની સ્વર્ણિમ ગાથા અને પ્રવાસની આકાંક્ષાઓ જણાવીને ભારતીય યુગલો 2024માં વિયેતનામમાં મંત્રમુગ્ધ કરનારાં સ્થળોની ખોજ કરવા માટે કોમ્પ્લિમેન્ટરી વિયેતજેટ ફ્લાઈટ પ્રાપ્ત કરનાર 50 વિજેતાઓમાંથી એક બની શકે છે.
ઉપરાંત હમણાંથી 16 જાન્યુઆરી, 2024 સુધી પ્રવાસીઓ વિયેતજેટની સેલ્સ ચેનલ થકી ઓનલાઈન ખરીદી કરીને “SBBUIN” કોડનો ઉપયોગ કરીને બિઝનેસ ક્લાસ અને સ્કાયબોસ ટિકિટની કિંમતો પર 20 ટકા સુધી તુરંત ડિસ્કાઉન્ટ માણી શકે છે. આ પ્રમોશન માટે સાનુકૂળ ફ્લાઈટનો સમય 10મી જાન્યુઆરી, 2024થી 31મી જૂન, 2024 (GMT+7) (**) છે.
એરલાઈન હાલમાં ભારતમાં મુંબઈ, નવી દિલ્હી, અમદાવાદ, કોચી અને તિરુચિરાપલ્લી એમ પાંચ મુખ્ય શહેરમાં સપ્તાહ દીઠ 35 રાઉન્ડ- ટ્રિપ ફ્લાઈટ ચલાવે છે. એરલાઈન ચાર અજોડ ટિકિટ ક્લાસ પૂરા પાડે છે, જેમાં બિઝનેસ, સ્કાયબોસ, ડિલક્સ અને ઈકોનો સમાવેશ થાય છે, જે પ્રવાસીઓની વિવિધ જરૂરતોને પહોંચી વળવા માટે સેવાઓની વ્યાપક શ્રેણીની ખાતરી રાખે છે. બિઝનેસ ક્લાસ ટિકિટો વિયેતજેટના આધુનિક વાઈડ- બોડી એરક્રાફ્ટ એ330 પર ખાસ પ્રવાસ અનુભવ ઓ છે, જેમાં એક્સક્લુઝિવ પ્રિવિલેજીસમાં પ્રાઈવેટ ચેક-ઈન કાઉન્ટર્સ, બિઝનેસ લાઉન્જીસ, પ્રાઈવેટ કેબિનો, કોકટેઈલ સેવાઓ અને વિયેતનામી સ્પેશિયાલ્ટીઝમાં ફો થિન, બાન્હ મી તેમ જ ખાસ તૈયાર કરાયેલી ભારતીય શાકાહારી વાનગીઓ અને હલાલ વિકલ્પો માણલાવી તક પ્રાપ્ત કરી શકે છે.