શરીરને ફિટ અને સ્વસ્થ રાખવા માટે યોગ્ય અને પૌષ્ટિક ભોજનની સાથે સાથે કસરતની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આ ઉપરાંત શરીરના સૌથી મહત્વપૂર્ણ ભાગ તરીકે હાર્ટ છે. હાર્ટને સ્વસ્થ અને ફિટ રાખવામાં આવે તે સૌથી ઉપયોગી છે. નિષ્ણાત તબીબોના કહેવા મુજબ જો શરીરના હાર્ટને ફિટ રાખવામાં આવે તો શરીરના અન્ય ભાગ ખુબ સારી રીતે કામ કરે છે. હાર્ટને ફિટ રાખવા માટે પણ કેટલીક બાબતોને ધ્યાનમાં લેવામાં આવે તે જરૂરી છે. જાણકાર લોકો કહે છે કે વારંવાર સીઢિઓ ચડવા અને ઉતરવાના કારણે ફાયદો થાય છે. આ એક રીતે એરોબિક્સ એક્સરસાઇઝ હોય છે. જેને ઘરે અથવા તો ઓફિસમાં કોઇ પણ જગ્યાએ કરી શકાય છે. નિષ્ણાંત હાર્ટના તબીબો કહે છે કે સીઢિઓ ચઢવા અને ઉતરવાથી સૌથી વધારે કેલોરી બર્ન થાય છે. જેથી હાર્ટ સાથે સંબંધિત રોગની દહેશત ૬૦ ટકા સુધી ઘટી જાય છે. સાથે સાથે હાર્ટના ધબકારા સામાન્ય રહે છે. ડાન્સિંગની મુખ્ય ભૂમિકા પણ રહે છે. હાર્ટને ફિટ રાખવા માટે ડાન્સિંગને ઉપયોગી ગણવામાં આવે છે.
હાર્ટ સાથે સંબંધિત કોઇ રોગથી જો કોઇ વ્યક્તિ ગ્રસ્ત છે તો તેમને આ એક્સરસાઇઝનો ઉપયોગ કરવો જોઇએ. નિયમિત રીતે ડાન્સિંગ કસરત આદર્શ સાબિત થઇ શકે છે. એરોબિક્સ પણ ઉપયોગી છે. દરરોજ ઓછામાં ઓછા ૩૦ મિનિટ સુધી એરોબિક્સ કસરત હાર્ટ અટેકના ખતરાને ૪૦ ટકા સુધી ઘટાડી દે છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ કેટલીક પ્રકારની કસરત હંમેશા મદદરૂપ સાબિત થાય છે. તાજેતરમાં જ કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે હાર્ટ એટેકનો હુમલો થયા બાદ વહેલી તકે કસરતથી ફાયદો થાય છે. આરામ કરવાનો વિકલ્પ શ્રેષ્ઠ વિકલ્પ નથી. હુમલો થયા બાદ વહેલી તકે કસરત કરવાની બાબતથી હાર્ટની સ્થિતિ વધારે સારી થાય છે. લાંબાગાળા સુધી કસરત યોગ્ય વિકલ્પ છે. યુનિવર્સિટી ઓફ અલબર્ટામાં અભ્યાસ કરનાર મુખ્ય સંશોધક માર્ક હેકોવસ્કીએ કહ્યું છે કે હાર્ટની કામગીરી પર કસરત ખૂબ જ યોગ્ય અસર કરે છે. અગાઉની ગણતરી આ અભ્યાસમાં ખોટી સાબિત થઈ ગઈ છે. અલબર્ટામાં સંશોધક અને અભ્યાસમાં સહસાથી એલેક્સ ક્લાર્કે કહ્યું છે કે ભૂતકાળમાં કેનેડા અને અમેરિકામાં દર્દીઓને તેમની નિયમતપણે કસરત, સારવાર શરૂ કરતાં પહેલા એક મહિના સુધી રાહ જવા કહેવામાં આવ્યું હતું. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ એક સપ્તાહ બાદ જ નિયમિતપણે કસરત શરૂ કરી દેનાર દર્દીઓને ફાયદો થયો છે.
આ અભ્યાસના પરિણામ વધુ અભ્યાસ તરફ પણ દોડી જશે. તારણોમાં જણાવવામાં આવ્યું છે કે ઓછામાં ઓછા છ મહિના સુધીની કસરત સૌથી ઉપયોગી સાબિત થાય છે. દેશ અને વિદેશમાં હાર્ટ એટેકના દર્દીઓમાં સતત વધારો થયો છે. આધુનિક સમયમાં લોકોની બદલાતી લાઈફ સ્ટાઇલ પણ હાર્ટ એટેક માટે જવાબદાર છે. હાર્ટ એટેકનો હુમલો થયા બાદ લોકોમાં વ્યાપક દહેશત વ્યાપેલી હોય છે જેથી તેઓ આરામમાં વધારે વિશ્વાસ કરે છે પરંતુ આ અભ્યાસમાં જણાવામાં આવ્યું છે કે નિયમિત કસરત ઉપયોગી છે. જુદા જુદા પ્રકારના પોષકતત્વો ધરાવતાં ફળ આરોગ્ય માટે ખૂબ જ ઉપયોગી રહે છે. હવે ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલા નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સફરજન હાર્ટ સાથે સંબંધિત તકલીફોને દૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. હાર્ટના આરોગ્યને જાળવી રાખવામાં તે ઉપયોગી છે. કાર્ડિયો હેલ્થ સાથે સફરજનના સીધા સંબંધો રહેલા છે. યુનિવર્સિટી ઓફ વેસ્ટન ઓસ્ટ્રેલિયામાં ફાર્મા કોલોજીમાં તબીબી વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે સફરજનમાં ઘણા પોષક તત્વો રહેલા છે. નાઈટ્રીક ઓક્સાઈડ (એનઓ) ઉત્પાદન પર સફરજનની અસરમાં અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ તમામ પ્રકારના પોષક તત્વો હાર્ટ માટે ઉપયોગી સાબિત થાય છે.
અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઇન્ડોથેલિયમના નાઈટ્રીક ઓક્સાઈડ ઉત્પાદન કરવામાં તથા બ્લડ વિસલ સાથે સંબંધ રહેલા છે. વિટામીન પી અને સીલટ્રીન તરીકે જાણીતા ફ્લેવોનોઈડ સફરજનના સ્કીન ઉપર અસરમાં મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરે છે. નાઈટ્રી ઓક્સાઈડ નજીકના સ્નાયુઓને આરામદાયક સ્થિતિમાં રાખવામાં તથા તેમને મજબૂત બનાવવામાં ભૂમિકા ભજવે છે. આરામના પરિણામ સ્વરૂપે બ્લડ વિસલના કારણે લોહીના પ્રવાહમાં સ્થિરતા જળવાય છે. જુદા જુદા ટેસ્ટ કરી ચુકેલા નિષ્ણાંતોને આવરી લઈને અભ્યાસની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.