અમદાવાદ : વિવિધ શાળાની સ્કૂલવાનો વિરૂદ્ધ ડ્રાઇવ જારી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અમદાવાદ : શહેરના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત સ્કૂલની ચાલુ વાનમાંથી ગઇકાલે ત્રણ બાળકો પડી જવાની ગંભીર દુર્ઘટના બાદ અમદાવાદ આરટીઓ તંત્ર જાણે સફાળુ જાગ્યુ છે અને સતત બીજા દિવસે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં ડ્રાઇવ ચલાવી સીએન વિદ્યાલય, એજી ટીચર્સ સ્કૂલ, અમૃત જયોતિ સ્કૂલ સહિતની શાળાઓમાં સ્કૂલવાનોનું બહુ કડકાઇથી ચેકીંગ હાથ ધરાયું હતું. જેમાં સ્કૂલવાનોના ફીટનેસ સર્ટિફિકેટ, ઇન્શ્યોરન્સ, આરટીઓ પરમીશન, ફાયરસેફ્ટી સાધન સહિતની બાબતોની તપાસ આરટીઓ અધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. જે કિસ્સામાં સ્કૂલવાનોમાં આરટીઓ નિયમો અને કાયદાકીય જાગવાઇઓનો ભંગ થયાનું સામે આવતાં તેવા કિસ્સામાં દંડનીય સહિતની કાર્યવાહી પણ આરટીઓ તંત્ર દ્વારા કરવામાં આવી હતી.

મંગળવારે આરટીઓ તંત્ર દ્વારા શહેરની ૧૨થી વધુ શાળાઓની વિરૂધ્ધ ડ્રાઇવ ચલાવી રૂ.૧,૦,૬૧૬ની રિકવરી કરાઇ હતી તો, ટ્રાફિકના નિયમભંગ બદલ ૩૬ ખાનગી વાહનો પાસેથી રૂ.૨૪,૭૦૦નો દંડ વસૂલવામાં આવ્યો હતો. સ્કૂલ બસના સાત કેસ સહિત કુલ ૫૭ કેસો નોંધાયા હતા. જેની કુલ રૂ.૧,૨૭,૩૦૭ની રિકવરી કરાઇ હતી અને નિયમભંગના કિસ્સામાં સ્કૂલવાનો જપ્ત પણ કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, નિકોલમાં આવેલી પંચામૃત સ્કૂલની સ્કૂલવાનની બે દિવસ પહેલાં ઘટેલી ગંભીર દુર્ઘટના બાદ આજે આરટીઓ અધિકારીઓએ સતત બીજા દિવસે શહેરના વિવિધ વિસ્તારની શાળાઓની સ્કૂલ વાનમાં ચેકીંગ હાથ ધર્યું હતું.  ડ્રાઇવ ચલાવી આરટીઓ અધિકારીઓએ સ્કૂલવાનોની જપ્તી, દંડ સહિતની આકરી કાર્યવાહી કરી હતી. સ્કૂલવાનોના ગમે ત્યાં આડેધડ પા‹કગ અને તેના ડ્રાઇવરોની દાદાગીરી અને બેફામ ડ્રાઇવીંગની વ્યાપક ફરિયાદો પણ શહેરભરમાં વ્યાપક બની છે ત્યારે આવી સ્કૂલવાનોના આડેધડ પાર્કિગને લઇને પણ આરટીઓએ ખાસ ડ્રાઇવ ચલાવવી જાઇએ એવી પણ નાગરિકોમાં ઉગ્ર માંગણી ઉઠવા પામી હતી.

Share This Article