શક્તિ અને ભક્તિથી અનાશક્તિ કેળવવાનો શુભ અને પાવન અવસર એટલે નવરાત્રિ. અમદાવાદ શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા નવરાત્રિ ઉત્સવ હર્ષ ઉલ્લાસ સાથે મનાવવા રાજ્ય સરકારે છૂટ આપતા જ ખેલૈયાઓમાં ગરબે રમવા માટે થનગનાટ જોવા મળી રહ્યો છે. એમા પણ કોરોના બાદ માસ્ક વગરની પહેલી નવરાત્રિ હોવાથી ખૈલૈયાઓમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ શહેર ખાતે નારાયણા બિઝનેસ સ્કૂલ દ્વારા ‘રાત્રી B4 નવરાત્રી’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાના તાલ સાથે ખેલૈયાઓ મન મુકીને ગરબે ઝૂમી ઉઠ્યા હતા.
નારાયણા બિઝનેસ સ્કૂલ દ્વારા પહેલા નોરતા અગાઉ શહેરમાં પ્રિ-નવરાત્રિનું સેલિબ્રેશન જોવા મળ્યું. નારાયણા બિઝનેસ સ્કૂલે ‘રાત્રી B4 નવરાત્રી’ની ઉજવણી કરી. કેમ્પસમાં ન માત્ર ગુજરાત પરંતુ ભારતભરના વિદ્યાર્થીઓ જોડાયા હતા, કેમ્પસ 800 થી વધુ યુવાધનના જોશ અને થનગનાટથી ખિલી ઉઠ્યું હતુ. કાર્યક્રમની શરૂઆત આરતીથી કરવામા આવી હતી, માતાજીની આરતીનું સારુ એવુ આકર્ષણ રહ્યુ હતુ, દરમિયાન, નારાયણા બિઝનેસ સ્કૂલના ડીન ડૉ., પૂર્વી ગુપ્તા એ‘જણાવ્યુ હતુ કે ‘ભારતભરમાંથી લગભગ 60 ટકા વિદ્યાર્થીઓ આવે છે. જેમણે ગુજરાતની સંસ્કૃતિ વિશે અવગત કરાવવા માટે ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે.’


આ સાથે ગરબા સેલિબ્રેશન દરમિયાન પીજીડીએમ અને એમબીએ બેચની છોકરીઓએ સાથે મળીને પરંપરાગત ગરબા શૈલી પ્રસ્તુત કરીને ગુજરાતની અસ્મિતા અને સંસ્કૃતિનુ અનેરૂ પ્રદર્શન કર્યું હતું. તેમજ યુવાધન દ્વારા ગરબાની પ્રેક્ટિસ ભરપૂર ઉત્સાહ સાથે કરવામાં આવી.