અમદાવાદ : અદાણી અમદાવાદ મેરેથોનની 8મી આવૃત્તિ, સ્પોટિંગ કેલેન્ડરની સૌથી મહત્વપૂર્ણ તારીખોમાંની એક છે, 24 નવેમ્બર રવિવારે શહેરમાં યોજાનારી મેગા ઇવેન્ટ માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
અદાણી સ્પોર્ટ્સલાઈન દ્વારા વાર્ષિક ધોરણે અદાણી અમદાવાદ મેરેથોનનું આયોજન કરવામાં આવે છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસ અને આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય સ્ટેકહોલ્ડર્સ સાથે એક મીડિયા કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તબીબી સુવિધાઓ અને રૂટ સહિતની તમામ વ્યવસ્થાઓની રૂપરેખા આપવામાં આવી હતી. સ્ટેકહોલ્ડર્સ દ્વારા અદાણી અમદાવાદ મેરેથોન માટે નવી જર્સી લોન્ચ કરવામાં આવી હતી. જે મેરેથોનમાં તમામ એથ્લેટ્સ પહેરશે.
આ મહત્વના પ્રસંગે રેસ ડાયરેક્ટર ડેવિડ કંડી (વર્લ્ડ એથ્લેટિક્સ કોર્સ મેઝરમેન્ટ એડમિનિસ્ટ્રેટર એશિયા એન્ડ ઓશેનિયા) નિરજ બડગુજર (એડિશનલ કમિશનર સેક્ટર -1 અમદાવાદ) નીતા દેસાઇ (DCP Zone 4), ડૉ અમીર સંઘવી (મેડિકલ ડાયરેક્ટર, કેડી હોસ્પિટલ) અને સંજય આડેસરા (સીબીઓ, અદાણી સ્પોર્ટ્સલાઇન) હાજર રહ્યા હતા.
રેસના દિવસે, રૂટ પર 21 થી વધુ મેડિકલ બૂથ અને હોલ્ડિંગ એરિયા પર એક ક્રિટિકલ મેડિકલ સ્ટેશન સાથે, પૂરતી વ્યવસ્થા હશે. સમગ્ર રૂટ દરમિયાન 21 હાઇડ્રેશન કેન્દ્રો પણ હશે, જેમાં સ્વયંસેવકો પ્રાથમિક સારવાર અને દવા પ્રદાન કરશે. કોઈપણ સંભવિત ગંભીર પરિસ્થિતિનો સામનો કરવા માટે તબીબી ટીમો પણ શરૂઆતથી જ રેસમાં શામેલ રહેશે. રેસમાં 108 એમ્બ્યુલન્સની ક્વિક રિસ્પોન્સ ટીમ તૈનાત કરવામાં આવશે. અદાણી અમદાવાદ મેરેથોનમાં સસ્ટેનેબિલિટી ડ્રાઈવ હશે, જેમાં તે દિવસે ઉપયોગમાં લેવાયેલી પાણીની બોટલોને રિસાયકલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ પાર્કમાં બેન્ચ બનાવવા માટે કરવામાં આવશે.
અદાણી અમદાવાદ મેરેથોન, જે ઇવેન્ટની શહેરીજનો સૌથી વધુ રાહ જોતા હોય છે, તેમાં 20 હજારથી વધુ પાર્ટીસિપેટ્સ જોડાશે તેવી અપેક્ષા છે અને ટોપમાં સ્થાન મેળવવા માટે રેસ કરશે.
ભાગ લેનારી શ્રેણીઓમાં ફુલ મેરેથોન (42.195 કિમી), હાફ મેરેથોન (21.097 કિમી), 10 કિમી દોડ અને 5 કિમી દોડ છે. એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અને એસોસિએશન ઓફ ઈન્ટરનેશનલ મેરેથોન્સ એન્ડ ડિસ્ટન્સ રેસ દ્વારા પ્રમાણિત અદાણી અમદાવાદ મેરેથોનમાં 2023માં પ્રથમ વખત બદલાવ કરવામાં આવ્યો હતો અને આ ટ્રેક પર આ બીજી આવૃત્તિ થશે. સમગ્ર શહેરને આવરી લેતા આ ટ્રેકમાં અટલ બ્રિજ, ગાંધી આશ્રમ અને એલિસ બ્રિજ જેવા પ્રતિષ્ઠિત સ્થળોને સમાવી લેવામાં આવ્યા છે. અદાણી અમદાવાદ મેરેથોનની સાતમી આવૃત્તિમાં 20,000 થી વધુ પાર્ટિસિપેટ્સે ભાગ લીધો હતો.
રેસ ડાયરેક્ટર ડેવ કંડીએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એ એથ્લેટિકિઝમ અને દોડવીરોએ વર્ષ દરમિયાન કરેલી તમામ સખત મહેનતનો ઉત્સવ છે. આ સિઝનમાં કોર્સ થોડો અલગ છે, અને ઘણા દોડવીરો માટે તેમની વ્યક્તિગત શ્રેષ્ઠતા બનાવવાનો અવકાશ પણ છે. આ એક સુંદર કોર્સ છે, જે સાબરમતી નદીની નજીક છે અને મને વિશ્વાસ છે કે રવિવારે આપણે એક યાદગાર દિવસ જોઈશું.”
કેડી હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડૉ. અમીર સંઘવીએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન મારા હૃદયની ખૂબ જ નજીક છે કારણ કે એક ડૉક્ટર તરીકે મેં ઘણી વખત ઇવેન્ટ કરી છે. આવી ઇવેન્ટ્સમાં મુખ્ય બાબત સહનશક્તિ છે, એક એથ્લેટ્સ પોતાની સીમાઓ જાણે છે. સંપૂર્ણ ટ્રેકમાં શરૂઆતથી અંત સુધી તબીબી વ્યવસ્થા હશે. હું એથ્લેટ્સને ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આશા રાખું છું કે આ દિવસ એવો બની રહે જ્યાં ઇમરજન્સી ન સર્જાય અને તબીબોને બોલાવવા ન પડે.”
અમદાવાદ શહેરના એડિશનલ કમિશનર સેક્ટર 1 નીરજ બડગુજરે જણાવ્યું હતું કે, “અમદાવાદ શહેર પોલીસનો હેતુ રનિંગ ઇવેન્ટ માટે સલામત અને સીમલેસ ટ્રાફિક ફ્રી વાતાવરણ બનાવવાનો છે. અમદાવાદ શહેર પોલીસ ટીમના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ કોઈપણ પ્રકારની સ્થિતિને તાત્કાલિક નિવારવા માટે સક્રિયપણે તૈનાત કરવામાં આવશે. અમે ક્રાઉડ મેનેજમેન્ટ, ટ્રાફિક નિયમનથી લઈને ઈમરજન્સી રિસ્પોન્સ પગલાં સુધી કોઈપણ પરિસ્થિતિને સંભાળવા માટે તૈયાર છીએ,”.
આ પ્રસંગે બોલતા, અદાણી સ્પોર્ટ્સલાઇનના CBO, સંજય આડેસરાએ જણાવ્યું હતું કે, “અદાણી અમદાવાદ મેરેથોન એ એક એવી ઇવેન્ટ છે જે શહેર અને રાષ્ટ્રના ફેબ્રિકનો એક ભાગ છે. અમને ખુશી છે કે રેસના આયોજનમાં પોલીસ વિભાગ અને તબીબી વિભાગો તરફથી અવિરત મદદ મળી રહી છે. ઘણી તૈયારી બાદ એ મોટો દિવસ આવી ગયો છે, હું દરેકને મેરેથોન માટે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ એથ્લેટિકિઝમ, એકતા અને ભારતીય સશસ્ત્ર દળો માટે સમર્થનનો યાદગાર દિવસ છે.”
ભારતની બીજી સૌથી મોટી પૂર્ણ મેરેથોન, જે #Run4OurSoldiers પહેલ દ્વારા ભારતીય સશસ્ત્ર દળોના ચેમ્પિયન્સ માટે આભારની અભિવ્યક્તિ પણ છે, જેમાં 3,000 થી વધુ સશસ્ત્ર અધિકારીઓ અને મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ દોડવીર તરીકે ભાગ લેતા જોવા મળશે.