ધોરણ 12ની પરીક્ષા ઉર્તીર્ણ કર્યા બાદ પોતાના બાળકની ઉચ્ચ કારકિર્દી માટે કેવા પ્રકારની કોલેજ કે યુનિવર્સિટીમાં એડમિશન મેળવવું તે દરેક વાલી માટે ચિંતાનો વિષય બની રહેતો હોય છે. વાલીઓને આ ચિંતાથી મુક્ત કરવા માટે અમદાવાદમાં ‘એડમિશન્સ ફેર 2022’ની 17મી આવૃત્તિ આજથી સારું થયેલ છે . આ બે દિવસીય એડમિશન્સ ફેર ખાતે ભારતની ટોચની યુનિવર્સિટીઝ અને કોલેજીસમાં એડમિશન માટે માર્ગદર્શન અને સલાહ પુરી પાડવામાં આવશે. આ એડમિશન્સ ફેર તારીખ 5 અને 6 જુલાઇના રોજ અમદાવાદમાં સિંધુભવન હોલ, મેંગો રેસ્ટોરન્ટની સામે યોજાવા જઇ રહ્યું છે.
એશિયાના અગ્રણી એજ્યુકેશન ફેર ઓર્ગેનાઈઝર અફેર્સ એક્ઝિબિશન્સ એન્ડ મીડિયા પ્રા. લિ. દ્વારા ‘એડમિશન્સ ફેર 2022’ યોજાશે. જેની મુલાકાત લેનારા તમામ વાલીઓ દેશની ટોચની યુનિવર્સિટીઝ અને કોલેજીસના વડા તથા તેમના પ્રતિનિધિઓ સાથે પ્રત્યક્ષ અને પારદર્શિતાથી વાતચીત કરી શકશે, તેઓ પોતાના કન્સેપ્ટ્સ અને આઈડિયાઝ સ્પષ્ટ કરશે, વિશ્વસનીય અને અપડેટેડ માહિતી મેળવી શકશે. આ ઉપરાંત, એડમિશન્સ ફેર 2022માં ભાગ લઇ રહેલી દરેક યુનિવર્સિટી કે કોલેજ પોતાની શૈક્ષણિક ઉત્કૃષ્ટતા, પર્ફોર્મન્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ, અભ્યાસની પદ્ધતિ અને ફી માળખા વિશે વાલીઓને જાણકારી આપશે.
એડમિશન્સ ફેર 2022 વિશે આયોજક જણાવ્યું, “આજની ઝડપથી બદલાતી દરેક વર્ગના વાલીઓને પોતાના બાળકોની ઉચ્ચ કારકિર્દીને લઇને ચિંતા સતાવતી હોય છે. ખાસ કરીને ધોણ 12 પછી પોતાના બાળકને દેશની શ્રેષ્ઠ યુનિવર્સિટી કે કોલેજમાં એડમિશન મળે તે માટે તેઓ ખર્ચની પરવા કર્યા વિના આગળ વધતા હોય છે, પરંતુ તેમાં પણ દેશની કંઇ યુનિવર્સિટી કે કોલેજ પોતાના બાળક માટે શ્રેષ્ઠ છે, તેની પસંદગી પણ તેમના માટે પડકાર સર્જે છે. ત્યારે અમદાવાદમાં યોજાવા જઇ રહેલા બે દિવસીય એડમિશન ફેર 2022માં વાલીઓ દેશની ટોચની યુનિવર્સિટી કે કોલેજ વિશે માહિતગાર થશે અને પોતાના બાળક માટે યોગ્ય યુનિવર્સિટી કે કોલેજની પસંદગી કરી શકવા સક્ષમ બનશે.”
એડમિશન્સ ફેર 2022માં દેશની ટોચની સંસ્થાઓ ભાગ લઇ રહી છે, જેમાં આચાર્ય ઈન્સ્ટિટ્યુટ, બેંગલોર, પીડીપીયુ – ગાંધીનગર, અમિટી ગ્લોબલ બિઝનેસ સ્કૂલ – અમદાવાદ, સાબરમતિ યુનિવર્સિટી – અમદાવાદ, એમઆઇટી વર્લ્ડ પેસ યુનિવર્સિટી – પુને, પારૂલ યુનિવર્સિટી – વડોદરા, ઇન્ડસ યુનિવર્સિટી – અમદાવાદ, વિસલિંગ વૂડ્સ ઇન્ટરનેશનલ, વેસ્ટર્ન ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુફ ઑફ એરોનોટિક્સ (WIIA) – અમદાવાદ, એસઆરએમ યુનિવર્સિટી – રામાપુરમ, ચેન્નાઇ, ટ્રાન્સટેડિયા યુનિવર્સિટી- અમદાવાદ, એનઆઇટીટીઈ યુનિવર્સિટી – મેંગલોર, એઇમ્સ ઇન્સ્ટિટ્યુટ, બેંગલોર, એશિયા પેસિફેક ગ્રુપ ઑફ કોલેજીસ – અમદાવાદ, સાંઇ યુનિવર્સિટી – ચેન્નાઇ, સીઆઇઆઇ ઇન્સ્ટિટ્યુટ ઑફ હોસ્પિટાલિટી સહિત અન્ય ઘણી બધી યુનિવર્સિટી અને કોલેજનો સમાવેશ થાય છે.