અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માત : ત્રણ લોકોના મૃત્યુ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ : અમદાવાદ-ધ્રાંગધ્રા હાઈવે પર માલવણ ગામ પાસે કાર અને ટેન્કર વચ્ચે સર્જાયેલા ગંભીર અને ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા. અકસ્માત એટલો ગંભીર અને ખતરનાક હતો કે, ટેન્કરની ટક્કર બાદ કારનો ભુક્કો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ઘાયલ અન્ય ત્રણ વ્યકિતને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જેમની હાલત ગંભીર  મનાઇ રહી છે. બીજીબાજુ, સ્થાનિક પોલીસે સમગ્ર બનાવને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ-ધ્રાંગધ્રા હાઇવે પર આજે એક પરિવાર પોતાની કારમાં જઇ રહ્યો હતો ત્યારે માલવણ ગામ પાસે પૂરપાટ ઝડપે એક ટેન્કરની ટક્કરથી જારદાર અકસ્માત સર્જાયો હતો. ટેન્કરની ટક્કરથી કારનો ભુક્કો બોલી ગયો હતો અને અંદર બેઠેલા પૈકી એક જ પરિવારના ત્રણ સભ્યોનો ખાત્મો બોલી ગયો હતો, જેમાં મૃતકોમાં બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થતો હતો. જયારે અન્ય ત્રણ જણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. અકસ્માતના બનાવને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બીજીબાજુ, અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ ત્યાં દોડી આવી હતી અને સમગ્ર બનાવને લઇ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જા કે, આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવાની સાથે સાથે અરેરાટીની લાગણી પણ પ્રસરી ગઇ હતી.

Share This Article