હુરુન ઇન્ડિયાના મોસ્ટ રિસ્પેક્ટેડ એન્ટરપ્રેનિયર્સ એવોડ્‌ર્સ ૨૦૧૮માં અમદાવાદના ઉદ્યોગપતિઓનું પ્રભુત્વ

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

નવી દિલ્હીઃ હુરુન રિપોર્ટ ઇન્ડિયાએ સફળતાપૂર્વક મોસ્ટ રિસ્પેક્ટેડ એન્ટરપ્રેનિયર્સ એવોડ્‌ર્સ ૨૦૧૮નું આયોજન કર્યું તથા મુંબઇ ખાતે આયોજિત કાર્યક્રમમાં દેશના ૮૩૧ ધનાઢ્યોમાંથી ૧૩ વ્યક્તિને એવોડ્‌ર્સ એનાયત કર્યાં હતાં. હુરુન ગ્લોબલના ચેરમેન અને ચીફ રિસર્ચર રુપર્ટ હુગેર્ફ તથા હુરુન રિપોર્ટ ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહેમાન જુનૈદે એવોડ્‌ર્સ એનાયત કર્યાં હતાં.

List of Winners of Barclays Hurun India Rich List Awards 2018

NameAwardsCompanyCity
Prakash ChhabriaMost Respected Entrepreneur of the YearFinolex IndustriesPune
Savji DholakiaImpact Entrepreneur of the YearHari Krishna ExportsSurat
Irfan AllanaMost Respected Business FamilyAllana and SonsMumbai
TS KalyanaramanMost Respected Entrepreneur – JewelleryKalyan JewellersThrissur
Dhiraj RajaramSelf-Made Entrepreneur of the Year – IndiaMu SigmaBengaluru
Sanjay AgarwalYouth Icon of the YearAU Small FinanceJaipur
PS PatelMost Respected Entrepreneur Award – India – ConstructionPSP ProjectsAhmedabad
Vikram Indrajit ShahIndustry Achievement Award – India – HealthcareShalbyAhmedabad
Pratul ShroffIndustry Achievement Award – India – Semiconductor ServicesE-InfochipsAhmedabad
Arjun HandaIndustry Achievement Award – India – Life SciencesClaris LifesciencesAhmedabad
Ashok ReddyIndustry Achievement Award – India – Human Resource ServicesTeamLeaseBengaluru
Paul P. JohnIndustry Achievement Award – India – Hospitality & DistilleryJohn DistillersBengaluru
Dr. Yamunadutt AgarwalIndustry Achievement Award – India – TextileJindal WorldwideAhmedabad

 

આ પ્રસંગે હુરુન રિપોર્ટ ગ્લોબલના ચેરમેન અને ચીફ રિસર્ચર રુપર્ટ હુગેર્ફે જણાવ્યું હતું કે, “ભારત ઝડપી પ્રગતિ સાધી રહ્યું છે અને આ પ્રક્રિયાથી મૂલ્યનું સર્જન કરવાની અપેક્ષા રાખતાં વ્યક્તિઓ માટેનો માર્ગ મોકળો બન્યો છે. આ એવોડ્‌ર્સ અસરકારક જાડાણ, માળખાકીય વિકાસ, ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ તથા ઉદ્યોગો ઉપર સરકારના ધ્યાન આપવાનો પુરાવો છે. સંપત્તિ કેટલાંક વ્યક્તિઓના હાથમાં રહેશે, પરંતુ ભારતીય અર્થતંત્રની ક્ષમતાઓને જાતાં વર્ષ ૨૦૨૨ સુધીમાં રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની સંપત્તિ ધરાવતા વ્યક્તિઓની સંખ્યામાં બેગણો વધારો થવાની અમે અપેક્ષા રાખી રહ્યાં છીએ.”

હુરુન રિપોર્ટ ઇન્ડિયાના એમડી અને ચીફ રિસર્ચર અનાસ રહેમાન જુનૈદે જણાવ્યું હતું કે, “અપેક્ષાઓ સાથે વિકસતા સમાજમાં ભારતીય કારોબારી સમુદાયના હીરોની સફળતાની ઉજવણી કરવી આવશ્યક છે અને આ એવોડ્‌ર્સના આયોજન અંગે ગર્વ અનુભવીએ છીએ. નોન-મેટ્રોના ઉદ્યોગપતિઓ સકારાત્મક અસરો પેદા કરી રહ્યાં છે અને આજના એવોર્ડ કાર્યક્રમમાં કુલ ૧૩ કેટેગરીમાં ૯ વિજેતાઓ નોન-મેટ્રો શહેરોના છે.”

Share This Article