અમદાવાદ આકાશ BYJU’Sનો વિદ્યાર્થી જય રાજ્યગુરુએ એમબીબીએસનો અભ્યાસ કરનાર પોતાના પરિવારનો એક નવો સભ્ય બનાવા જઇ રહ્યો છે. જય રાજ્યગુરુના માતા-પિતા-બહેન અને દાદા પણ ડોક્ટર છે. NEET UG 2022માં 706ના સ્કોર અને AIR 16ની સાથે જય AIIMS દિલ્હીમાંથી પોતાનો મેડકિલનો અભ્યાસ પૂર્ણ કરવાની આશા છે.
આ અંગે વાત કરતા જય રાજ્યગુરુએ કહ્યું કે, મારા પેરન્ટ્સને સમાજમાં જે રીતે સન્માન મળતું આવ્યું છે એ જોઇને મેં આઠમાં ધોરણથી પેરેન્ટ્સના માર્ગે ચાલવાનું નક્કી કરી લીધું હતું. હું મારા પિતાને એક રોલ મોડલ તરીકે જોતો આવ્યો છું. મારા પિતા જાણીતા યુરોલોજિસ્ટ છે. હું એન્જિનિયરિંગને પસંદ કરતો હતો પણ ડોક્ટરના પરિવારમાં ઉછેર થવાને કારણે મેં મેડિકલ લાઇન પસંદ કરી. એક બાળકના રૂપમાં જયને ખાસ કરીને સર્જનોના માસ્ક અને કેપ્સ પહેરવાનું તેમજ ઓનલાઈન સર્જરી જોવાનું પણ પસંદ હતું.
આકાશ નેશનલ ટેલેન્ટ હન્ટ પરીક્ષામાં AIR 18 પ્રાપ્ત કર્યા બાદ જયને પોતાના બે વર્ષના NEET કોચિંગ પ્રોગ્રામ માટે લગભગ 100 % શિષ્યવૃત્તિ મળી. તે પોતાના સપનાને હાંસિલ કરવા માટે એટલા મક્કમ હતા કે તેઓએ પોતાના પશ્નોને સોલ્વ કરવા માટે અમદાવાદમાં એક નાનકડું ઘર લઇને અમદાવાદમાં આકાશ BYJU’Sના સેન્ટર ઑફ એક્સલન્સ સુધી મહિનાઓ સુધી દર બીજા દિવસે 70 કિલોમીટરની મુસાફરી કરી. જયના ઘરમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ હતું, જ્યાં કોઈ દવા વિશે વાત કરતું ન હતું અને પ્રત્યે સંબંધી દરેક દવાઓના સ્પેશિયાલિસ્ટ હતા. જય કહે છે કે, હું મારા વર્ગોમાં પ્રશ્નો પૂછવામાં ક્યારેય ખચકાતો નથી પછી ભલે તે અન્યને ગમે કે ના ગમે. મને લાગે છે કે વિષયની ઊંડાણપૂર્વકની સમજ વિકસાવવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેનો અર્થ ઘણીવાર NCERTપુસ્તકોથી આગળ વધવાનો થાય છે.
કોરોનાની માહામારીને કારણે જયને તેનું NEETકોચિંગ આકાશ BYJUSમાં મોટાભાગે ઑનલાઇન વર્ગો દ્વારા પૂર્ણ કરવું પડ્યું હતું. આ અંગે જયે કહ્યું કે, કોરોના કાળ દરમ્યાન આકાશ BYJUSએ એટલું ઝડપથી ઓનલાઇન ક્લાસનું આયોજન કર્યું જેનાથી મારા શિક્ષણમાં કોઇપણ પ્રકારનો ભંગ પડ્યો નહોતો. પશ્નો સોલ્વ કરવા માટે મને વધારાના ક્લાસની પણ તકો પૂરી પાડવામાં આવી હતી. જ્યારે મને વર્ગની પરીક્ષામાં ઓછા માર્ક્સ મળ્યા ત્યારે મારા શિક્ષકોએ મને ખૂબ મદદ કરી. પરીક્ષાની તૈયારી સાથે સાથે જય બેડમિન્ટન રમતો, ફોટોગ્રાફી કરતો અને ક્રાઈમ કે થ્રિલર ફિલ્મો પણ જોતો હતો.
જય રાજ્યગુરુએ નીટ પરીક્ષામાં મેળવેલી સિદ્ધિઓ બદલ અભિનંદ આપતા આકાશ બાયજુના મેનેજિંગ ડિરેક્ટર આકાશ ચૌધરીએ કહ્યું કે, હું જય માટે ખૂબ જ ખુશ છું. જયે પરિવારને એક ગૌરવ અપાવ્યું છે. અમને ઘણો આનંદ છે કે જયને NEET માટે તાલીમ આપી અને તેનો સિદ્ધિ હાંસિલ કરી. જય એક આજ્ઞાકારી વિદ્યાર્થી છે અને તેના શિક્ષકોની સૂચનાઓને ખૂબ જ નિષ્ઠાપૂર્વક અનુસરે છે. અમને તેના વિશે જે સૌથી વધુ ગમ્યું તે તેનો સકારાત્મક વલણ અને જિજ્ઞાસુ સ્વભાવ હતો તેમજ પ્રશ્નો પૂછ્વા અને ક્લાસમાં સક્રિયપણે ભાગ લેવો. અમે જયને ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવી છીએ.