સંત આસારામ બાપુના 400 જેટલા આશ્રમમાં શ્રાધ્ધ તર્પણ વિધીનો કાર્યક્રમ યોજાયો – 8 લાખથી વધારે લોકોએ વૈદિક મંત્રોચ્ચાર સાથે કર્યું તર્પણ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદઃ સનાતન ધર્મમાં સર્વ પિત્રુ તર્પણ વિધિ અત્યંત મહત્વપુર્ણ ગણવામાં આવે છે. દેશ અને વિદેશમાં રહેતા હિન્દુ શ્રધ્ધાળુઓ તેમના પિત્રુઓને યાદ કરી આસ્થા અને શ્રધ્ધા સાથે તર્પણ વિધિ કરતા હોય છે. સંત શ્રી આસારામજી બાપુના દેશભરમાં કાર્યરત 400 કરતાં પણ વધારે આશ્રમોમાં સર્વ પિત્રુ અમાવસ્યાના દિવસે સવારે સર્વ પિત્રુ તર્પણ વિધિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર સાથે પરંપરાગત રીતે હિન્દુ શાસ્ત્રો અનુસાર વિદ્વાન ભુદેવો દ્વારા સર્વ પિત્રુ તર્પણ વિધિ અને પુજનના કાર્યક્રમો યોજાયા હતા.જેમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે સર્વ પિત્રુઓનું આહાવન, તર્પણ, પુજા ઉપરાંત વિશ્નુ સહસ્ત્રનામના પાઠ, શ્રીમદ્ ભગવદ્ ગીતાના 7માં અધ્યાયનો પાઠ કરવામાં આવ્યા હતા. અત્યંત શુધ્ધ અને પવિત્ર વાતાવરણમાં આયોજીત કાર્યક્રમમાં આઠ લાખ કરતાં પણ વધારે સાધકો તથા શ્રધ્ધાળુઓએ આસ્થા અને શ્રધ્ધા સાથે વૈદિક પરંપરા અનુસાર વિધિ કરી હતી. આ અવસર પર દેશ માટે કુર્બાન થયેલ શહીદો, ધર્મ-સંસ્કૃતિ માટે જીવન લગાવનારા પુણ્યાત્માઓ અને બીજા બધાજ આત્માઓની તૃપ્તિની સાથે પ્રાણીમાત્રના મંગળ તથા વિશ્વશાંતિ માટે તર્પણ કરવામાં આવ્યું.

Share This Article