‘કૃષિ અનુસંધાન અને શિક્ષણ વિભાગના બજેટમાં નજીવો વધારો કરવામા આવ્યો છે. આને ૭૯૫૩ કરોડ રૂપિયાથી વધારીને તેને ૮૦૭૯ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાણકાર નિષ્ણાંતો કહે છે કે આ ફાળવણી જે જરૂરિયાત છે તેના કરતા ખુબ ઓછી રકમ છે. ભવિષ્યમાં પર્યાવરણમાં ફેરફાર અને વધતા જતા તાપમાનના કારણે પાકને થનાર નુકસાનથી બચવા માટે , વધતી જતી વસ્તી માટે ભોજનની ઉપલબ્ધતાની ખાતરી કરવા, કૃષિ ઉત્પાદનને વધારી દેવા માટેની જરૂરિયાત હવે જારદાર રીતે અનુભવાઇ રહી છે. આવી સ્થિતીમાં કૃષિ શોધ પર વધારે ધ્યાન આપવાની જરૂર રહેલી છે.
ખાદ્યાન સુરક્ષાની ખાતરી કરવા માટે પગલા લેવાની જરૂર છે. ખેડુતોની આવકને વધારી દેવા માટે કૃષિ અનુસંધાન પર બજેટમાં ઉલ્લેખનીય વધારો કરવાની જરૂરિયાત અનુભવાઇ રહી છે. ગ્રામીણ વિકાસ મંત્રાલયના બજેટમાં નજીવો વધારો કરવામાં આવ્યો છે. આને વધારીને ૧૧૭૬૫૦ કરોડ રૂપિયા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમાં પણ ૫૦ ટકા કરતા વધારે હિસ્સેદારી તો ગ્રામીણ વિસ્તારમાં રોજગારી ઉપલબ્ધ કરાવનાર મનરેગા યોજનાનો છે. જેમાં ૬૦૦૦૦ કરોડની જાગવાઇ કરવામા આવી છે. ગ્રામીણ ભારત માટે એક મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજના પણ છે.
જેના બજેટને ગયા વર્ષે ૧૫૫૦૦ કરોડથી ઘટાડીને ૧૯૦૦૦ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ઘર બનાવવા માટે જોર ઓછુ કરવા પાછળના કેટલાક હેતુ રહેલા છે. આની પાછળ વિચારધારા એવી છે કે હાલમાં કોઇ ચૂંટણી યોજાનાર નથી. રસાયનિક અને ખાતર મંત્રાલય દ્વારા કૃષિમાં ઉપયોગ કરવામાં આવનાર ખાતરો માટે આપવામાં આવતી સબસિડીને વધારીને હવે ૮૦૦૦૦ કરોડ કરી દેવામાં આવી છે. જુદા જુદા વિભાગને ફાળવણી વધારી દેવામાં આવી છે પરંતુ કેટલાક વિભાગોને નાણાં ઘટાડી દેવામાં આવ્યા છે.