“ખલાસી”ની સફળતા પર બાદ આદિત્ય ગઢવી અને ફાલ્ગુની પાઠક સાથે લઈને આવ્યા છે ‘રંગારા’

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

હાલો રે હાલો! ગુજરાતના રંગારા આવ્યા છે! “ખલાસી”ની સફળતા પર ભારે મદાર રાખતા આદિત્ય ગઢવી, લેખત સૌમ્યા જોષી અને સંગીત દિગ્દર્શક અચિંત ઠક્કર ફરી એક વખત “રંગારા” માટે એકત્રિત થયા છે, જે ગુજરાતી સંસ્કૃતિ અને કલાની ગતિશીલ ઉજવણી છે. તેમાં વધુ ભવ્યતા ઉમેરવા માટે મહાન ફાલ્ગુની પાઠકે પણ આ સાંસ્કૃતિક પાવરહાઉસમાં હાથ મિલાવ્યા છે.

ગુજરાતના સમૃદ્ધ વારસમાં ઊંડાણપૂર્વક ડૂબેલા આદિત્ય ગઢવી જુસ્સાપૂર્વક માને છે કે ‘પ્રાદેશિક એ નવું વિશ્વ છે’. હું જોઇ રહ્યો છું કે આપણું સંગીત આપણા લોકોનો અગાઉના ગીત ગોતીલોની જેમ જ ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ વૈશ્વિક સ્તરે પણ પડઘો પાડે છે. લોકો તેમની પોતાની જિંદગી અને પોતાની સંસ્કૃતિ ચાહે સંગીત, મુવી કે સિરીયલ્સ અથવા ઓટીટી મારફતે જોઇ શકે છે. જ્યારે તેમના ઘરને દર્શાવવામાં આવશે તેયારે તેમને ગમશે,” એમ ગઢવીએ જણાવ્યું હતું. અમારો રંગારા માટેનો સહયોગ સંગીતના રચના કરતા પર છે; તે ગુજરાતના સાંસ્કૃતિક ટેપેસ્ટ્રીની હૃદયસ્પર્શી યાદગીરી છે. ગઢવીએ ભારપૂર્વક જણાવ્યું હતુ કે, ફક્ત પ્રાદેશિક કન્ટેન્ટ જ સંબંધિત તેવુ નથી, પરંતુ તે સંસ્કૃતિની શક્તિશાળી રજૂઆત છે. વિશ્વ પ્રાદેશિક હાવભાવોની સુંદરતા અને ઉંડાણને છાતીસરસા રાખવા માટે તૈયાર છે.

દાંડીયા ક્વીન ફાલ્ગુની પાઠક સાથેના સહયોગ પર આદિત્યએ જણાવ્યું હતુ કે,એ ખરેખર સારુ લાગે છે અને મારે ઘણા લાંબા સમયથી તેમની સાથે કામ કરવુ હતું. અમે તેમના ગીતો વર્ષોથી સાંભળ્યા છે, નવરાત્રિ દરમિયાન તેમના વિખ્યાત ગરબા ગીતો પણ સાંભળ્યા છે અને જોયા છે. અને આજે સાપ્રથમ વખત મને તેમની સાથે ગાવાની તક પ્રાપ્ત થઇ છે.

અચિંત ઠક્કર અને સૌમ્યા જોષી સાથે જોડાતા ગઢવીએ જણાવ્યું હતુ કે, અમે જ્યારે પણ એકત્રિત થયા છીએ, ત્યારે તે અમારા અનહદ આનંદનો પ્રસંગ બન્યો છે. જ્યારે સર્જનાત્મકતાના કોઇ સ્વરૂપની વાત આવે છે ત્યારે જો તમારી સાથે તાલ મિલાવતા એવા લોકોને શોધો છો જેમના તરંગ તમારો પડઘો પાડે છે, ત્યારે અમારા કલાકાર માટે તેને શ્રેષ્ઠ આશિર્વાદ માનવામાં આવે છે.

રંગારા

એક ગીત કરતા વધુ છે; તે ગુજરાત સંસ્કૃતિમાં એક રંગબેરંગી તારમાં ગતિશીલ તાંતણો છે, અસલ એન્ટરટેઇનમેન્ટ સાથે વિશ્વભરમાં હૃદયને આકર્ષવા માટે તૈયાર થઇ જાઓ.

Share This Article