દક્ષિણ – પશ્ચિમ ચોમાસુ ગુજરાતના કેટલાંક ભાગો, પૂર્વી રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારો, પશ્ચિમ રાજસ્થાનના કોટલાંક ભાગો, સમગ્ર હરિયાણા, ચંદીગઢ અને દિલ્હી, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પંજાબના બાકી ભાગો તરફ વધી ગયું છે.
ચોમાસાની ઉત્તરી સીમા પૂર્વ તથા વેરાવળ, અમરેલી, અમદાવાદ, જોધપુર, બીકાનેર તથા અક્ષાંશ ૨૯˚ ઉત્તર/ દક્ષાંશ ૭૩˚ પૂર્વથી પસાર થાય છે.
દક્ષિણ-પશ્ચિમ ચોમાસા માટે ઉત્તર અરબ સાગર, ગુજરાત, રાજસ્થાન અને આ પ્રકારે સમગ્ર દેશમાં આગામી બે-ત્રણ દિવસો દરમ્યાન આગળ વધવાની પરિસ્થિતિયો અનુકૂળ છે.
છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની સાથે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ થઇ શકે છે.