અદાણી સ્પોર્ટ્સલાઈને 3×3 હૂપર્સ લીગની ત્રીજી સિઝન જાહેર કરી

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

અદાણી સ્પોર્ટ્સલાઈને આજે 3×3 હૂપર્સ લીગની ત્રીજી સિઝનની જાહેરાત કરી, જે 20 અને 21 ડિસેમ્બરે યોજાવા જઈ રહી છે, જેના એક પ્રબળ અને સ્પર્ધાત્મક પ્લેટફોર્મ થકી ગ્રાસરૂટ લેવલ પર બાસ્કેટબોલ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવાની તેના વચનનું પાલન કરશે.

આગામી સિઝનમાં છોકરાઓ અને છોકરીઓ બંને માટે અંડર-12, અંડર-15, અંડર-18 અને અંડર-23 કેટેગરીઓઓ તેમજ પુરુષો અને સ્ત્રીઓ માટે ઓપન કેટેગરીઓ રાખવામાં આવશે, જેમાં તમામ ઉંમરના અને અનુભવી ખેલાડીઓ ભાગ લઈ શકશે. ટુર્નામેન્ટ માટેનું રજીસ્ટ્રેશન 17 ડિસેમ્બરના રોજ બંધ થઈ ગયેલ છે.

આ દરેક મેચ ફેડરેશનના નિયમો અનુસાર યોજાશે, અને ગુજરાત બાસ્કેટબોલ ફેડરેશન દ્વારા ટુર્નામેન્ટને મંજૂરી આપવામાં આવી છે, જે માન્ય સ્પર્ધાત્મક ધોરણો અને વાજબી રમતનું પાલન સુનિશ્ચિત કરે છે.

દરેક સિઝન સાથે ૩x૩ હૂપર્સ લીગનો ઘણો સારો વિકાસ થયો છે. આ ત્રીજી સિઝનમાં ગુજરાતભરમાંથી 70 ટીમો ભાગ લેશે, જે ઝડપી ગતિવાળા ૩x૩ ફોર્મેટની વધતી જતી લોકપ્રિયતા અને રાજ્યભરમાં બાસ્કેટબોલના ખેલાડીઓની વધતી જતી ભાગીદારીને પ્રતિબિંબિત કરે છે.

આ ટુર્નામેન્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત 3×3 બાસ્કેટબોલ ફોર્મેટનું પાલન કરવામાં આવશે, જેમાં દરેક ટીમમાં ચાર ખેલાડીઓ હોય છે. ટીમો નોકઆઉટ રાઉન્ડમાં આગળ વધતા પહેલા લીગ-સ્ટેજ મેચોમાં ભાગ લેશે. દરેક મેચ 10 મિનિટ અથવા ટીમ 21 પોઈન્ટ સુધી પહોંચે ત્યાં સુધી રમવામાં આવશે, જેમાં હાઈ એક્શન અને તીવ્ર સ્પર્ધા જોવા મળશે.

3×3 હૂપર્સ લીગ જેવી પહેલ દ્વારા, અદાણી સ્પોર્ટ્સલાઈન રમતગમતની પ્રતિભાને આગળ વધારવા અને સંગઠિત સ્પર્ધામાં પ્રવેશ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, જેના થકી પાયાના સ્તરે બાસ્કેટબોલના લાંબા ગાળાના વિકાસમાં યોગદાન મળી રહ્યું છે.

Share This Article