અદાણી ફાઉન્ડેશને ૩ લાખથી વધુ બાળકોને મોટા સપનાઓ જોવાની પ્રેરણા પૂરી પાડી

KhabarPatri News
By KhabarPatri News 3 Min Read

અમદાવાદ : અદાણી ફાઉન્ડેશને પ્રોજેક્ટ ઉડાન મારફતે ૩ લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનોનો સંપર્ક કરીને એપ્રિલ ૨૦૧૯માં એક સીમાચિહ્ન મેળવ્યું છે. ઉડાન અદાણી ફાઉન્ડેશનની એક એવી પહેલ છે જેમાં વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટા સપનાઓ જોવાની પ્રેરણા પૂરી પાડવામાં આવે છે.

ઉડાન પ્રોજેક્ટ આપણા દેશના યુવાનોને ઉત્તેજન આપવા માટે અને તેમને ઊંચાઇ હાંસલ કરવા માટે તેમજ તેમના જીવનમાં ઉદ્યોગસાહસિકતાનો વૃત્તિ ઠસાવવા માટે સજ્જ છે.

ઉડાન એ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની જીવન પરિવર્તનની વાર્તા પર પ્રેરીત છે. શ્રી અદાણીએ એક બાળક તરીકે ગુજરાતમાં કંડલા પોર્ટની મુલાકાત લીધી હતી અને ત્યારે તેમણે પોર્ટના વિસ્તરણની શક્યતા જોઇ હતી અને એક દિવસ પોતાનું પોર્ટ હોવાનું સ્વપ્ન સેવ્યું હતું.

અદાણી ગ્રુપના વિવિધ બિઝનેસ લોકેશન્સ જેમ કે ગુજરાતમાં મુંદ્રા અને હજીરા, મહારાષ્ટ્રમાં તિરોરા, રાજસ્થાનમાં કવાઇ, ઓડીશામાં ધામરા અને કર્ણાટકમાં ઉડીપીમાં શાળાઓ અને કોલેજોમાં ઉડાન પ્રેરીત મુલાકાત કરવા પર આધારિત છે. આ પ્રોજેક્ટ અંતર્ગત એક જાહેર મુલાકાતનું આયોજન કરવામાં આવે છે જેમાં વિદ્યાર્થીઓને અદાણી પોર્ટ, અદાણી પાવર અને અદાણી વિલમાર સવલતોની મુલાકાત લેવાની તક અપાય છે જેથી તેઓ કેટલા મોટા પાયે બિઝનેસ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તે અંગે વધુ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. જ્યારે યુવાન દિમાગને ખુલ્લો માર્ગ આપવામાં આવે ત્યારે તેનાથી તેમને તેમને પોતાની શક્તિને સમજવામાં મદદ મળે છે અને તે દિશામાં કામ કરવા માટે પ્રેરાય છે.

વિદ્યાર્થીઓને વાહનવ્યવહાર, રહેવા-જમવાની સુવિધા દરેક અદાણી ગ્રુપ બિઝનેસ સવલતોમાં આપવામાં આવે છે, તેઓ બિઝનેસની કામગીરી અંગે જ્ઞાન પ્રાપ્ત કરે છે. આ પ્રોજેક્ટમાં દેશભરના ૫ રાજ્યોના વિદ્યાર્થીઓ અને યુવાનોને આવરી લેવામાં આવે છે અને ૪૧૪૩ જાહેર મુલાકાતો દ્વારા ૩,૦૦,૬૩ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી ફાઉન્ડેશન પહોચ્યું છે.

અદાણી ફાઉન્ડેશન વિશે

૧૯૯૬માં સ્થપાયેલી અદાણી ફાઉન્ડેશન સમગ્ર ભારતમાં ૧૮ રાજ્યોમાં બહોળા કામકાજો ધરાવે છે જેમાં ૨૨૫૦ ગામડાઓ અને શહેરોનો સમાવેશ થાય છે, જેમાં વ્યાવસાયિકોની એક ટીમ પણ છે જે સંશોધન, લોક ભાગીદારી અને સહયોગનો સમાવેશ કરતા દ્રષ્ટિકોણ સાથે કામ કરે છે.

૩.૨ મિલીયનથી વધુ પરિવારોને સ્પર્શતી અને ચાર મુખ્ય વિસ્તારો જેમ કે શિક્ષણ, સામુદાયિક આરોગ્ય, ટકાઉ ગુજરાન અને આંતરમાળખાકીય વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને સામાજિક મૂડી ઊભી કરવા તરફ જુસ્સાપૂર્વક કામ કરતું અદાણી ફાઉન્ડેશન સમાવેશી વૃદ્ધિ અને ગ્રામિણ અને શહેરી સમુદાયોના ટકાઉ વિકાસ તરફ કામ કરે છે, તે રીતે રાષ્ટ નિર્માણ તરફે પોતાનું યોગદાન આપી રહી છે.

Share This Article