અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.એ તેની USD 44.661 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ ઓપન માર્કેટ રિપરચેઝ કરી

આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ: મુંબઈની વીજ વિતરણ પાંખ અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.ની પેટાકંપની અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ. એ ૧૫ જુલાઈ ૨૦૨૧ ના રોજ જારી કરાયેલ USD ૩૦૦ મિલિયન ૩.૮૬૭%ની સિનિયર સિક્યોર્ડ નોટ્સનો ઉલ્લેખ કરતા જણાવ્યું છે કે ૨૦૩૧માં ડ્યુ થતી તેની USD ૩૦ કરોડની ૩.૮૬૭%ની સિનિયર સિક્યોર્ડ નોટ્સમાંથી USD ૪૪.૬૬૧ મિલિયન રીપરચેજ કરી અને તેને રદ કરી છે. કંપનીએ આંતરિક રોકડ પ્રવાહ દ્વારા પુરા પાડવામાં આવેલા ભંડોળમાંથી બાયબેક કરતા બાકી મુદ્દલ USD ૨૫૫.૩૩૯ મિલિયન સુધી ઘટાડી છે.

અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ લિ.નું આ પગલું તેની ચાલુ મૂડી વ્યવસ્થાપન યોજનાનો એક ભાગ છે. અગાઉ, કંપનીએ નવેમ્બર 2023માં USD 120 મિલિયનની ટેન્ડર ઓફર પૂર્ણ કરી હતી, અને જૂન 2025 માં USD 49.5 મિલિયનની ઓપન માર્કેટ રિપરચેઝ કરી તેની 3.949%ની USD 1,000 મિલિયનની સિનિયર સિક્યોર્ડ નોટ્સ 2030માં ડ્યુ હેઠળ પૂર્ણ કરી હતી. આ નાણાકીય પ્રક્રિયાઓ કંપનીની મજબૂત રોકડ ઉત્પાદન અને નાણાકીય સુગમતાની ઝાંખી કરાવે છે.

કંપની બજારની સ્થિતિને આધીન રહી વધુ જવાબદારીભર્યા વ્યવસ્થાપન આયામો પર વિચાર કરવા સાથે પાકતી અવધિ દરમિયાન બાકી દેવું નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

આ ઘોષણા સિક્યોરિટીઝ વેચવા અથવા ખરીદવાની ઓફર નથી.

Share This Article