આગામી 12 મે ના રોજ રીલીઝ થનારી બૉલીવુડ ફિલ્મ “NRI Wives” ના કલાકારો અમદાવાદના બન્યા મહેમાન

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં હંમેશા બૉલીવુડના જાણીતા કલાકારો મુલાકાત લેતા હોય છે ત્યારે આજે આવનારી બૉલીવુડ ફિલ્મ “NRI Wives” ના કલાકારો હિતેન તેજવાની, ગૌરવ ગેરા સાથે જ આ ફિલ્મના નિર્દેશક અને કલાકાર ગુંજન કુથેલીયા અને ટીમના અન્ય કલાકારો પણ આજે અમદાવાદની મુલાકાતે હતા.

આ ફિલ્મમાં જાણીતા કલાકારો ભાગ્યશ્રી, જુગલ હંસરાજ, રાઇમા સેન,કિકુ શારદા, સમીર સોની, અદિતિ ગોવિત્રીકર જેવા જાણીતા કલાકારો પણ આ ફિલ્મમાં જોવા મળશે.

આ ફિલ્મમાં લગ્ન કરીને અમેરિકા જવાની જે આજની પેઢીના શું વિચાર હોય છે અને ત્યાં સ્થાયી થયા પછી કેટલી મહેનત કરવી પડે છે અને કેટલા બધા વિઘ્નો આવે છે તેના ઉપરની એક વાર્તા છે.

આ ફિલ્મની ટીમ આજે અમદાવાદના પ્રખ્યાત રેસ્ટોરન્ટ નોર્થ સાઉથ કોરીડોર માણેકબાગ ખાતે પત્રકારોને મળ્યા હતા અને તેમની સાથે ફિલ્મ વિશે ખાસ વાત કરી હતી અને આજે અમદાવાદના મેહમાન બની ગુજરાતી વાનગીઓની પણ મજા માણી હતી.

Share This Article