ગુજરાતી ફિલ્મ “રાડો”ના કલાકારોએ કલાનગરી વડોદરાની લીધી મુલાકાત

News KhabarPatri
By News KhabarPatri 2 Min Read

વર્તમાન સમયમાં ગુજરાતી ફિલ્મના પ્રોડ્યુસર્સ કોન્ટેંટને લઇને ખૂબ જ સચેત બની ગયા છે. જેના પગલે અનેક વૈવિધ્યસભર કહાણી સાથેની ગુજરાતી ફિલ્મો દર્શકોને થિયેટરો સુધી આકર્ષી રહી છે. ત્યારે વધુ એક એક્શન પેક્ડ થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો” થિયેટરમાં રજૂ થવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ફિલ્મ “રાડો”ના પ્રોડ્યુસર્સ મુન્ના શુકુલ અને જયેશ પટેલ અને કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ, મિત ચોટાઇ અને મેહુલ પંચાલ છે.

    ગુજરાતી ફિલ્મ “રાડો”ના ટ્રેલર રીલિઝ બાદ લોકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ત્યારે દર્શકો માટે મોસ્ટ વોચ્ડ યાદીમાં સમાવિષ્ટ ફિલ્મ “રાડો”ની રીલિઝ ડેટની જાહેરાત કરી દેવામાં આવી છે, જે 22 જુલાઇના રોજ સમગ્ર ભારતમાં રીલિઝ કરવામાં આવશે. ત્યારે ફિલ્મના પ્રમોશનને લઇ કલાનગરી વોડદરા ખાતે આયોજિત પ્રેસ કોન્ફેરેન્સ ખાતે ફિલ્મના કો-પ્રોડ્યુસર્સ નિલય ચોટાઇ અને કલાકારો યશ સોની, હિતુ કનોડિયા, નિકિતા શર્મા અને તર્જની ભાડલા સહિત ફિલ્મ સાથે સંકળાયેલા લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

શુકુલ સ્ટુડિયો દ્વારા પ્રસ્તુત અને અનંતા બિઝનેસકોર્પ અને પટેલ એન્ટરટેઇનમેન્ટની સહયોગિતા સાથે બિગ બોક્સ સીરિઝ પ્રોડક્શન હેઠળ નિર્મિત ગુજરાતી ફિલ્મ “રાડો” એક્શનથી ભરપુર થ્રિલર છે. રાડો ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર ક્રિષ્ણદેવ યાજ્ઞિક છે. ફિલ્મનું સંગીત રાહુલ મુંજારિયાએ આપ્યું છે. જે 22 જુલાઇના રોજ ગુજરાત સહિત દેશભરના થિયેટર્સમાં રીલિઝ થવા જઇ રહી છે.

લોકશાહીની વ્યાખ્યા ‘લોકો દ્વારા, લોકો માટે અને લોકો થકી’ સાથેની કહાણી ધરાવતી એક્શનથી ભરપુર થ્રિલર ગુજરાતી ફિલ્મ “રાડો”માં યશ સોની, હિતુ કનોડિયા, તર્જની ભાડલા, નિકિતા શર્મા, ગૌરાંગ આનંદ, ભરત ચાવડા, ચેતન દૈયા, નિલમ પંચાલ તથા હિતેન કુમાર જેવા દિગ્ગજ કલાકાર સહિત અનેક જાણીતા કલાકારોએ પોતાનો અભિનય આપ્યો છે.

Share This Article