વર્ષ 2021 માટે વેચાણનું મૂલ્ય રૂ. 14,973 મિલિયન, જે ગયા વર્ષ કરતાં 24 ટકા વધારે છે. આ ત્રિમાસિક ગાળા માટે વેચાણ રૂ. 4,446 મિલિયન થયું, જે વર્ષ 2020ના સમાન ત્રિમાસિક ગાળા કરતાં 20 ટકા વધારે છે. વર્ષ માટે આરઓએસ 14 ટકા અને ત્રિમાસિક ગાળા માટે 13 ટકા હાંસલ કર્યું છે.
કેએસબી લિમિટેડના સેલ્સ એન્ડ માર્કેટિંગના ડિરેક્ટર ફારોખ ભાથેનાએ વાર્ષિક કામગીરી પર કહ્યું હતું કે, “ચાલુ વર્ષે અમે મહામારીના અવરોધ વચ્ચે રૂ. 14,973 મિલિયનનું સર્વોચ્ચ વેચાણ હાંસલ કર્યું છે. અમે ગયા વર્ષની સરખામણીમાં વેચાણમાં 24 ટકાની અને ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 20 ટકાની વૃદ્ધિ હાંસલ કરી છે.
મારું માનવું છે કે, માગના પ્રવાહો કોવિડપૂર્વેના સમય જેટલાં થયા છે, આ અમારા અત્યાર સુધીના સર્વોચ્ચ આંકડામાં જોવા મળે છે. સરકારે નિયંત્રણો હળવા કરવાની સાથે અમારી સપ્લાય ચેઇન જળવાઈ રહી છે અને મને ખાતરી છે કે, આગામી ત્રિમાસિક ગાળાઓમાં વેચાણમાં અસાધારણ વૃદ્ધિ હાંસલ થશે.”
ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર મિલિન્દ ખડિલકરે કહ્યું હતું કે, અમારા ઉત્કૃષ્ટ આયોજન, મજબૂત કામગીરી, આ મુશ્કેલ સમયમાં કેન્દ્રિત પ્રયાસોને કારણે કંપની ઊંચી વૃદ્ધિ પ્રદાન કરી શકે છે. પરિણામે અમને અમારા શેરધારકોને શેરદીઠ રૂ. 12.50 (125 ટકા) ડિવિડન્ડ જાહેર કરીને નાણાકીય વર્ષ 2020-21 માટે કંપનીએ હાંસલ કરવા ઊંચા નફા પર સારું વળતર આપવાની ખુશી છે.