અમે તમને જે આંકડા બતાવવા જઈ રહ્યા છીએ તે તમારા ભોજનનો સ્વાદ કદાચ ઓછો કરશે. સ્વાદ ભલે ઓછો થઈ જાય પણ તમારું જીવન સ્વસ્થ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) ના તાજા રિપોર્ટ મુજબ દુનિયાભરમાં દર વર્ષે લગભગ ૧૮ લાખ ૯૦ હજાર લોકો વધુ મીઠું ખાવાના કારણે મોતને ભેટે છે. આ રિપોર્ટમાં WHO એ ચેતવણી આપતા એ પણ કહ્યું છે કે મીઠું કઈ રીતે જીવલેણ સાબિત થઈ રહ્યું છે. આ રિપોર્ટનું માનીએ તો દુનિયાની ફક્ત ૩ ટકા વસ્તી જ મીઠું યોગ્ય પ્રમાણમાં સેવન કરે છે. જરૂર કરતા વધુ મીઠું જીવલેણ બની શકે?.. તે ખાસ જાણો?..
રિપોર્ટ મુજબ જરૂરિયાત કરતા વધુ મીઠું હાઈ બ્લડ પ્રેશર અને હ્રદયની બીમારીઓનું કારણ બની શકે છે. વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યાં મુજબ હાલ દુનિયામાં પ્રતિ વ્યક્તિ મીઠાનો ઉપયોગ ૧૦.૮ ગ્રા છે જ્યારે WHO એ પ્રતિ વ્યક્તિ મીઠાના વપરાશની મર્યાદા વધુમાં વધુ ૫ ગ્રામ રાખી છે. પરંતુ તેનાથી એક ડગલું આગળ વધતા WHO એ ભલામણ કરી છે કે ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો ૫ ગ્રામથી પણ ઓછું મીઠું ખાવાનો ટાર્ગેટ રાખે અને બાળકોના કેસમાં આ માત્રા હજુ પણ ઓછી હોવી જોઈએ. હ્રદયની બીમારીઓથી થતા મોત ઘટાડી શકાય છે?.. તે પણ જાણો.. WHO ના જણાવ્યાં મુજબ જો મીઠાનું પ્રમાણ ઘટાડવામાં આવે તો દર વર્ષે દુનિયાભરમાં હ્રદયની બીમારીઓથી થતા મોતને ઘણે અંશે ઓછા કરી શકાય. WHO ના અંદાજા મુજબ ૨૦૨૫ સુધીમાં ૨૨ લાખ લોકોના જીવ બચી શકે છે અને ઓછા મીઠાના ઉપયોગથી ૨૦૨૦ સુધીમાં લગભગ ૭૦ લાખ લોકોને બચાવી શકાશે જે હાલ વધુ મીઠાના કારણે હ્રદયના દર્દીઓ બની રહ્યા છે અને જેમાં જીવ જઈ રહ્યા છે. એટલે કે હાલ થનારા મોતમાં ૩ ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.
ભારતને મળ્યું આ રેટિંગ?.. તે પણ ખાસ છે કે કેમ આ મળ્યું રેટિંગ?.. આ રિપોર્ટમાં દેશોની મીઠું ઓછું કરવાની પોલીસીને આધારે સ્કોર આપવામાં આવે છે. આ સ્કોર ૧થી ૪ની વચ્ચે છે. ૧ સૌથી ઓછો છે જ્યારે ૪ સૌથી વધુ છે સ્કોર છે. ૧માં એવા દેશ છે જેમણે મીઠું ઓછું કરવા માટે પ્રતિબદ્ધતા દેખાડી છે. ૨માં એવા દેશો છે જેમણે મીઠું ઓછું કરવા અંગે કેટલાક પગલાં તો ભર્યા પરંતુ તે પગલાં વોલેન્ટરી એટલે કે સ્વૈચ્છિક છે. જરૂરી નહીં. આ સાથે જ એ દશોમાં પેકેટવાળા ખોરાકમાં સોડિયમનું પ્રમાણ દર્શાવવામાં આવેલું હોય. ભારતનો સ્કોર પણ ૨ છે. ૩નો સ્કોર એવા દેશોને મળેલો છે જેમણે અનિવાર્ય નિયમ બનાવીને ખાવામાં મીઠું ઓછું કરવાની કોશિશ કરી છે જ્યારે ૪નો સ્કોર એવા દેશોનો છે જેમણે ઓછામાં ઓછા બે જરૂરી પોલીસી નિયમ બનાવ્યા જેના દ્વારા મીઠાની માત્રાની રેગ્યુલેટ કરી શકાય, પેક્ડ ફૂડમાં સોડિયમનું પ્રમાણ દર્શાવવામાં આવે. આ WHO ની ચેતવણી પણ કહી શકાય છે? કેમ તે પણ જાણો?.. WHO ના જણાવ્યાં મુજબ ભારતમાં પેકેટવાળા ખોરોક પર મીઠાનું પ્રમાણ તો લખવામાં આવે છે પરંતુ પેકેટના ફ્રંટ પર એટલે કે સામેની બાજુ વધુ મીઠું હોવાની વોર્નિંગવાળું લેબલ લગાવવાની પ્રેક્ટિસ હજુ શરૂ કરવામાં આવી નથી. હકીકતમાં પેક્ડ ફૂડ પછી ભલે તે ચિપ્સ હોય કે નમકીન, તેમાં સાધારણથી વધુ મીઠું નાખવામાં આવે છે. મીઠું એક એડિક્ટિવ એટલે કે આદત પાડનારો પદાર્થ છે અને જો ખાવાનું વધુ ચટપટું હોય તો તેની લત જલદી લાગે છે. આ ધારણાના પગલે બજારમાં વધુ ચટપટા મસાલાવાળી ચિપ્સ, નમકીન અને બિસ્કિટ વેચાય છે. આજે અમે તમારી આ ગેરસમજ પણ દૂર કરી દઈશુ કે મીઠું ફક્ત નમકીન ચીજો દ્વારા જ તમારા સુધી પહોંચે છે. મીઠું એક પ્રિઝર્વેટિવ પણ છે જે ખાવાનાને મોડે સુધી સુરક્ષિત રાખવા માટે પણ ઉપયોગમાં લેવાય છે. કેક, પેસ્ટ્રી, એટલે સુધી કે ગળ્યા બિસ્કિટમાં પણ થોડા ઘણા પ્રમાણમાં મીઠું હોય છે. આથી કેટલું મીઠું ખાવું અને મીઠાનું પ્રમાણ કેટલું ઓછું કરવું એ સમજવા માટે અમે એક વિશ્લેષણ તૈયાર કર્યું છે. જેમાં મીઠાનું પ્રમાણ એટલું જ છે જે તમારા સ્વાસ્થ્યને સારું બનાવે. મીઠું હવે સ્વાદ મુજબ નહીં પરંતુ સ્વાસ્થ્ય મુજબ ખાઓ. ગ્રાહક બજારનો રાજા છે અને આ રાજા કોને પસંદ કરે તેના માટે જાત જાતના પેતરા અજમાવવામાં આવે છે. ખાવાનાને સ્વાદિષ્ટ બનાવવા માટે ચાટ મસાલો, વધુ પડતું મીઠું એ બજારના એવા પેંતરા છે જે સદીઓથી અજમાવવામાં આવે છે કારણ કે બજારને તમારા સ્વાસ્થ્ય કરતા વધુ નફાની ચિંતા છે. તમને ખબર પણ નથી અને તમારી સાથે જીવલેણ મીઠાનુ ષડયંત્ર રચાઈ રહ્યું છે. આથી WHO એ પોતાના નવા રિપોર્ટમાં મીઠાને સફેદ ઝેર ગણ્યું છે.
પોતાના Global Report On Sodium Intake Reduction માં WHO એ સાવધાન કર્યા છે કે મીઠું તમને ખુબ બીમાર બનાવી રહ્યું છે. એક ચિપ્સનું પેકેટ એક બિસ્કિટનું પેકેટ કે પછી એક પેકેટ ભૂજિયા તમને લાગતા હશે કે તમે શું ખાધું હશે? પરંતુ ૩૦ ગ્રામના એક નાનાકડા ચિપ્સનું પેકેટ પણ તમને દિવસભરની જરૂરિયાતનું બમણું મીઠું આપી જાય છે. વધુ મીઠાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે. હ્રદયની બીમારી થઈ શકે છે. કિડનીની બીમારી થઈ શકે છે. હાડકા નબળા પડી શકે છે. વાળ ખરવા લાગે છે. ત્વચા ખરાબ થવા લાગે ચે. ભારતમાં હ્રદય રોગના દર્દીઓની સંખ્યાંમાં વધારો કરવામાં ભારતમાં મીઠાવાળો સ્વાદ પણ કારણભૂત છે. પરંતુ ખાવામાં મીઠું ન હોય તો સ્વાદ આવતો નથી. આથી લોકો ઘરમાં દરેક પ્રકારના નમકીનનો ઓપ્શન રાખે છે. પણ તમારે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે આખા દિવસમાં ફક્ત ૫ ગ્રામ મીઠું ખાવાનું છે. કુલ મળીને ૫ ગ્રામ. જો ૫ ગ્રામનો હિસાબ રાખવો મુશ્કેલ બને તો એ સમજી લો કે એક નાનકડી ચમચી મીઠું તમારે આખો દિવસ ખાવાનું છે. આ પહેલા તમે વધુ ગણતરી કરો તે પહેલા આ જાણકારી પણ ખાસ જાણો.. જ્યોર્જ ઈન્સ્ટિટ્યૂટ ફોર ગ્લોબલ હેલ્થના જણાવ્યાં મુજબ ૧૦૦ ગ્રામ ચિપ્સના પેકેટમાં લગભગ ૨.૫ ગ્રામ મીઠું હોય છે. ૧૦૦ ગ્રામ પાપડમાં ૨ ગ્રામ મીઠું હોય છે. ૧૦૦ ગ્રામ સોસ, કેચપ કે સ્પ્રેડમાં ૫ ગ્રામ મીઠું હોય છે. એક પ્લેટ મસાલા ઢોસામાં ૪.૫ ગ્રામ મીઠું હોય છે. એક પ્લેટ પાવભાજીમાં ૩.૫૪ ગ્રામ મીઠું હોય છે. છોલે ભટુરેની એક પ્લેટમાં ૩.૯૧ ગ્રામ મીઠું હોય છે.