મુંબઈ -પુણે હાઈવે પર અકસ્માતમાં ૪ના મોત

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read

મુંબઈ


મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર થયેલા અક્સ્માતને કારણે કેટલીક ટ્રેનો પણ રોકી દેવામાં આવી હતી. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થ ખસેડવામાં આવ્યા છે.તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના ખોપોલી વિસ્તારમાં બની હતી. આ ભયાનક દુર્ઘટના સવારે ૬.૩૦ કલાકે ખોપોલી નજીક ભોરઘાટ વિસ્તારમાં બની હતી. સંતુલન ગુમાવેલા ટ્રકે લગભગ અડધો ડઝનથી વધુ વાહનોને અડફેટે લીધા હતા. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં ૪ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે ૭થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈજાગ્રસ્તોને હાલ નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટના સવારે લગભગ ૬.૩૦ વાગ્યે પુણે શહેરથી લગભગ ૭૫ કિલોમીટર દૂર થઈ હતી. કન્ટેનર ટ્રક પુણે તરફ જઈ રહ્યો હતો. ટ્રક વધારે સ્પીડમાં હોવાથી ડ્રાઈવરે કાબૂ ગુમાવ્યો હતો. જે બાદ આ ટ્રક ખૂબ જ ઝડપથી આગળ વધી હતી અને ટ્રાફિકમાં ફસાયેલા વાહનો સાથે અથડાઈ હતી. ટ્રકે જે વાહનોને ટક્કર મારી તેમાં ત્રણ કાર, એક ટેમ્પો અને અન્ય કન્ટેનરનો સમાવેશ થાય છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા ચાર લોકો સ્વિફ્ટ કારમાં સવાર હતા. જ્યારે અન્ય વાહનમાં સવાર લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની માહિતી મળતા જ રાયગઢ જિલ્લાના લોકો અને ઈમરજન્સી રિસ્પોન્સ સ્કવોડના લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને નવી મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. જ્યારે આ અકસ્માતમાં ૭ થી વધુ લોકો ઘાયલ થયા છે. પૂરપાટ ઝડપે આવતા ટ્રકના ચાલકે અચાનક સંતુલન ગુમાવી દેતાં ટ્રક અનેક વાહનો સાથે અથડાઈ હતી. જેને કારણે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો.

Share This Article