અમદાવાદ : અમદાવાદ-લીંબડી હાઇવે પર કાનપરા ગામના પાટિયા પાસે ડમ્પર અને કાર વચ્ચે આજે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે વ્યક્તિના કરૂણ મોત નીપજયા હતા, જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ-લીંબડી હાઇવે પર ગઇ કાલે વહેલી સવારે રાજકોટ પાસિંગની કાર અને ડમ્પર વચ્ચે કાનપરા ગામના પાટિયા નજીક જોરદાર અકસ્માત થયો હતો.
ડમ્પર અને કારની વચ્ચેની ટક્કર એટલી જબરદસ્ત હતી કે, કારનો તો ભુક્કો બોલી ગયો હતો. જેમાં બે વ્યકિતના કરૂણ મોત નીપજયા હતા, જયારે અન્ય પાંચ જણાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. બનાવને પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા. બેના મોતના સમાચારને પગલે સમગ્ર પંથકમાં ભારે અરેરાટીની લાગણી પ્રસરી ગઇ હતી. અકસ્માતમાં ઇજા પામનારા તમામ લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. આ ગમખ્વાર અક્સ્માતની જાણ થતાં પાણશીણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.