ભુજઃ ટ્રાન્સફર ટી.એ. બીલ રૂ.૪૧,૭૦૦/-નું મંજુર કરાવી તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી આપવાની અવેજીમાં રૂ.૪૦૦૦/- ની આરોપી સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા કલાર્ક (કર સહાયક) કમિશનર ઓફ કસ્ટમ, કસ્ટમ હાઉસ કંડલા વર્ગ-૩નાએ ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ વગેરે મતલબની ફરિયાદ હકિકત જાહેર કરેલ હતી.
ફરિયાદીની ઉપરોકત ફરિયાદ આધારે પોલીસ ઈન્સપેકટર કચ્છ (પૂર્વ) એ.સી.બી.પો.સ્ટે. ગાંધીધામએ ગત તા.૨૦મી એપ્રિલ-૨૦૧૮ના કસ્ટમ હાઉસ કંડલા ઓફિસરના ગેટ અંદર પાર્કિગ ખાતે લાંચના છટકાનું આયોજન કરતા આરોપીએ ફરિયાદી સાથે પંચ-૧ ની હાજરીમાં હેતુલક્ષી વાતચીત કરી રૂ.૪૦૦૦/- લાંચના નાણાની માંગણી કરી, સ્વીકારી પોતાના કેન્દ્ર સરકારના હોદાનો દુરઉપયોગ કરી ગુનાહિત ગેરવર્તણુક આચરી ગુન્હો કરેલ છે.
જેથી આરોપી સત્યપ્રકાશ મહેન્દ્રકુમાર ગુપ્તા કલાર્ક (કર સહાયક) કમિશનર ઓફ કસ્ટમ, કસ્ટમ હાઉસ કંડલા વર્ગ-૩ વિરુદ્ધ ભ.નિ.અધિ.૧૯૮૮ ની કલમ-૭,૧૩ (૧) (ઘ) તથા ૧૩ (૨) મુજબની જોગવાઇ હેઠળ કચ્છ (પૂર્વ) એ.સી.બી. પો.સ્ટે. ગાંધીધામ, ગુ.ર.૦૩/૨૦૧૮થી ગુનો દાખલ કરેલ છે અને ઉપરોકત ગુનાના કામે આરોપીને ગત તા.૨૦મી એપ્રિલ-૨૦૧૮ કલાક ૧૪/૩૦ વાગે અટક કરવામાં આવેલ છે. આ ગુનાની વધુ તપાસ પો.ઇ. કચ્છ (પશ્ચિમ) એ.સી.બી.પો.સ્ટે.., ભુજએ હાથ ધરેલ છે તેવું (ડી.પી.સુડાસમા) મદદનીશ નિયામક (મુ.મ.) લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો, ગુજરાત રાજય, અમદાવાદની યાદીમાં જણાવાયું છે.