સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું

News KhabarPatri
By News KhabarPatri 1 Min Read

હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયા
રાજકોટ
: ગુજરાતમાં હાર્ટ એટેકના કેસ ખતરનાક રીતે વધી રહ્યાં છે. કિશોર અને યુવા વર્ગના જીવ જતા હવે હાર્ટ એટેક ડરાવના બની ગયા છે. ત્યારે હાર્ટ એટેકના ખતરાને ટાળવા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મોટો ર્નિણય લીધો છે. હાર્ટ એટેકની વધતી ઘટનાને પગલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ઠેર ઠેર પોસ્ટર લગાવાયા છે. જેમાં જણાવાયું છે કે, હાર્ટ એટેકને લગતી કોઈ પણ સમસ્યા હોય તો સ્પોર્ટસ એક્ટિવિટીથી દૂર રહેવું. રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્વીમીંગ પુલ, મેન્સ જીમ, સ્પોર્ટ્‌સ કોમ્પ્લેક્સ અને બાસ્કેટબોલ કોર્ટ બહાર પોસ્ટર લગાવવામાં આવ્યા છે. જમાં જણાવાયુ છે કે, હૃદય રોગની બીમારી હોય તો સ્વીમિંગ સહિતની પ્રવૃત્તિથી દુર રહેવું અને ફિટનેસ અંગેનું ડોક્ટરનું સેર્ટીફીકેટ સાથે લાવવું. સ્વિમિંગપૂલમાં જવા માટે ખેલાડીએ મેડિકલ સર્ટિ રજૂ કરવું પડશે.

Share This Article