અગ્રણી બાર્બેક્યુ રેસ્ટોરન્ટ ચેઈન, એબ્સોલ્યુટ બાર્બેક્યુસ (એબી) દ્વારા તેના 37મા રેસ્ટોરન્ટનો શિવાલિક શિલ્પ, ઈસ્કોન ચાર રસ્તા,
અમદાવાદ, માં પ્રારંભ કરાયો છે, જેનું ઉદ્ઘાટન જીવનતીર્થ ફાઉન્ડેશનના 20 જેટલાં બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશિષ રાય (ઓપરેશન્સ હેડ ઈન્ડિયા, એબ્સોલ્યૂટ બાર્બેક્યુસ), શુભમકુમાર શુક્લા (ડીજીએમ- સેલ્સ & માર્કેટિંગ, એબ્સોલ્યૂટ બાર્બેક્યુસ) તથા રિશી ખંડુરી (ગુજરાત હેડ, એબ્સોલ્યૂટ બાર્બેક્યુસ) ઉપસ્થિત રહ્યાં હતા. એબ્સોલ્યુટ બાર્બેક્યુસ તેના અનોખા ‘વિશ ગ્રિલ’ કન્સેપ્ટ માટે ખૂબ જાણીતું છે જે તેના ગ્રાહકોને ડૂ ઈટ યોર સેલ્ફ (ડીઆઈવાય) અનુભવ આપે છે.
એબ્સોલ્યુટ બાર્બેક્યુસના ઓપરેશન્સ હેડ-ઈન્ડિયા આશિષ રાયે કહ્યું હતું અમારા હંમેશા એ પ્રયાસ રહે છે કે અમારા ગ્રાહકો સુધી પહોંચી શકીએ. અમદાવાદ લાંબા સમયથી અમારા રડારમાં હતું કેમકે હૈદરાબાદ, બેંગલુરુ અને પૂણેથી અમારા મહેમાનો દ્વારા ગંભીરતાપૂર્વક ટ્રેડ ઈન્કવાયરી થતી હતી. અમે આખરે અમદાવાદમાં આવ્યા છીએ અને મને વિશ્વાસ છે કે વિશિષ્ટ ભોજન અને સેવાઓ દ્વારા અમે શહેરમાં ટૂંક સમયમાં જ સૌથી વધુ પસંદગી પામતા બાર્બેક્યુ રેસ્ટોરાં તરીકે ઉભરી આવીશું.
એબ્સોલ્યુટ બાર્બેક્યુસ કે જેનો પ્રારંભ 2013માં થયો તે આજે બાર્બેક્યુ સ્પેસમાં જાણીતી બ્રાન્ડ છે જે ભારતમાં 12 શહેરો સાથે અનેક સ્થળે ઉપસ્થિતિ ધરાવે છે. કંપની દુબઈમાં પણ બે રેસ્ટોરાં ચલાવી રહી છે.
એબ્સોલ્યુટ બાર્બેક્યુઝ દ્વારા અનોખો વિચાર ‘વિશ ગ્રિલ’ રજૂ કરાયો છે જે ગ્રાહકની ઈચ્છા સાથે નવી સ્ટાઈલના બાર્બેક્યુસને આનંદ અને મસ્તી જોડે છે અને એ રીતે તે ડૂ ઈટ યોરસેલ્ફ કુઝિનના વિચારને પ્રોત્સાહિત કરે છે. એબીસ દ્વારા બાર્બેક્યુના સાહસ અને રોમાંચને નવી ઊંચાઈ પર લઈ જવાયું છે જ્યાં તમે તમારી પસંદગી, તમારા પેલેટને અગાઉ ક્યારેય ન કરી હોય એટલી રોમાંચિત કરી શકો છો. એબીસ એક એવું સ્થળ છે જે તમારા અને તમારા મિત્ર, પરિવાર અને તમારા મનપસંદ લોકો માટે સમર્પિત છે.
વિશાળ પ્રમાણમાં વિશ ગ્રિલ પર એક્સોટિક મીટને બ્રાઝિલિયન ચુરાસ્કો સાથે ક્લબ કરીને અને સ્ટાર્ટર્સની અનેકવિધ વેરાઈટી કોલ્ડ સ્ટોન ક્રિમરી સાથે એબીસ એ એક એવું સ્થળ દરેક માટે બને છે કે જેઓ ભોજન અને પીણાં સાથે ખુશી અને ઉજવણી ઈચ્છતા હોય છે.
એબ્સોલ્યુટ બાર્બેક્યુસ અમદાવાદમાં 160 મહેમાનોને બેસી શકાય એટલી ક્ષમતા ધરાવે છે જે કોઈપણ પ્રસંગ કે ઉજવણી માટે બૂક કરી શકાય છે. એબીસ જન્મદિન કે વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણીની રીત ધરાવે છે અને આમ તે તેઓને આ સ્થળને વાઈબ્રન્ટ રીતે ગતિમાન રાખે છે.