તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને ખાસ ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું

KhabarPatri News
By KhabarPatri News 2 Min Read
????????????????????????????????????

અમદાવાદ: આજની યુવા પેઢી ફેશનને લઇને ખૂબ જ સક્રિય છે. એમાં પણ વસ્ત્રોની બાબતમાં તો ખૂબ જ ધ્યાન રાખે છે. વસ્ત્ર એવું આભૂષણ છે જે તેમની સુંદરતાને ચાર ચાંદ લગાડી દે છે. તેથી જ, ખાસ કરીને તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને આર્ચીઝના ફેશન ડિઝાઈનર અર્ચના સોનીના આર્ચીઝ બાય અર્ચના દ્વારા પોતાના બ્યુટીકની ફર્સ્ટ એનિવર્સરી નિમિતે ફેસ્ટિવ કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે. આ માટે અમદાવાદમાં નારણપુરા ખાતે આવેલ બ્યુટીક ખાતે અમદાવાદની ફેશન મોડલ્સ દ્વારા ફેસ્ટિવ કલેક્શન દર્શાવવામાં આવ્યું હતું.

ફેશન ડિઝાઈનર અર્ચના સોનીએ જણાવ્યું હતું કે, “હું છેલ્લાં 6-7 વર્ષથી ફેશન ડિઝાઇનિંગ ક્ષેત્રે સંકળાયેલ છું. તહેવારો તથા વેડિંગ સિઝનને ધ્યાનમાં રાખીને ખાસ પ્રકારનું કલેક્શન લોન્ચ કરવામાં આવ્યું છે. આર્ચીઝ બાય અર્ચના અમારું બ્યુટીક છે જેમાં, ટ્રેડિશનલ, ઈન્ડો- વેસ્ટર્ન તથા વેસ્ટર્ન એમ દરેક પ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ છે. ટ્રેડિશનલ વેર અમારી સ્પેશિયાલિટી છે. કોટન, સિલ્ક, રિયોન વગેરે મટિરીયલમાંથી તૈયાર કરાયેલ કોસ્ચ્યુમ્સમાં ઘેરવાળી ચણિયાચોળી, કુર્તી, ડ્રેસ, સાડી દરેક આઉટફિટ ઉપલબ્ધ છે. જે તહેવારો અને વેડિંગ સીઝન માટે એકદમ પરફેક્ટ છે.”

Aarchana Soni fashion Designer

અર્ચના સોનીએ વધુમાં જણાવ્યું હતું કે, અમારી સાથે ગુજરાત, ઇન્ડિયા ઉપરાંત ઇન્ડિયા બહારના ગ્રાહકો સંકળાયેલા છે. આ ઉપરાંત અમારા ત્યાં કોસ્ચ્યુમ બનવવા માટેનું દરેક વર્ક ઈન- હાઉઝ જ થાય છે જેથી તેની ક્વોલિટી પણ જળવાઈ રહે. ઇન્ડિયા બહાર રહેતાં ગ્રાહકો વીડિયોકોલ મારફતે પણ ડિઝાઇન પસંદ કરે છે, જેથી અમારો બિઝનેસ ઇન્ડિયાની બહાર પણ વિકસેલો છે.

અર્ચના સોની એ 50થી વધારે એક્ઝિબિશન કરેલા છે, હાલ અમદાવાદમાં તેમનું એક બ્યુટીક છે અને ભવિષ્યમાં ગુજરાતમાં 10 જેટલાં બ્યુટીક શરૂ કરવાની યોજના છે.

Share This Article