ભાજપા પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માન. પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માની સાથે ઉપસ્થિત રહી પત્રકાર મિત્રોને આ યોજના અંગે જાણકારી આપી, તેમજ ગ્રામ્ય ક્ષેત્રોમાં તેના પ્રસાર માટે મીડિયા જગતને અનુરોધ કર્યો.
આ યોજના મનરેગાની સાપેક્ષે ઘણી વધુ અસરકારક સાબિત થશે. જેમાં ગરીબ લાભાર્થીને 125 દિવસ કામની ગેરંટી મળશે. ગરીબ વ્યક્તિ માત્ર મજૂરીકામ કરે એવું નહિ, પરંતુ તેનો કૌશલ્ય વિકાસ થાય, તે આગળ જતા સ્વરોજગારી દ્વારા આત્મનિર્ભર બને તે બાબત પર ભાર મૂકવામાં આવ્યો છે.
આ યોજનામાં ખેતી આધારિત ઉદ્યોગો, પશુપાલન, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, હસ્તકલા વગેરેને પણ આવરી લઈને તેનું ફલક વ્યાપક બનાવવામાં આવ્યું છે. ગ્રામીણ અર્થતંત્રની સમૃદ્ધિમાં તેમજ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે ગ્રામીણ નાગરિકોના સશક્તિકરણમાં આ યોજના ઘણી પ્રભાવી સાબિત થશે.
ભારતીય જનતા પાર્ટી ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ સ્થાનોએ પહોંચીને આ યોજનાનો પ્રસાર કરશે અને ‘હર હાથ કો કામ, હર કામ કો સન્માન’નો મંત્ર સાકાર કરશે.
