રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના કુલ ૪૩ પ્રભારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

ગુજરાતમાં ફરી એકવાર ભાજપે લોકસભાની ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. આજે ભાજપે એક મોટું કદમ ઉઠાવ્યું છે. ભાજપે દરેક જિલ્લા અને મહાનગરોના પ્રભારીના નામની યાદી જાહેર કરી દીધી છે. રાજ્યના તમામ જિલ્લા અને મહાનગરોના કુલ ૪૩ પ્રભારીઓને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.  ભારતીય જનતા પાર્ટીએ આઠ મહાનગરો તથા જિલ્લાઓના પ્રભારીઓના નામની જાહેરાત કરાઈ છે. જેમાં અમદાવાદ શહેર ભાજપના પ્રભારી તરીકે ઝવેરીભાઈ ઠકરાર, અમદાવાદ જિલ્લાના પ્રભારી તરીકે સુરેશ ગોધાણીની વરણી કરવામાં આવી છે. ગોરધન ઝડફીયાને વડોદરા શહેર ભાજપના પ્રભારી બનાવાયા છે. ગાંધીનગરમાં નૌકા બેન પટેલ અને સુરતમાં શીતળબેન સોની સહીત તમામના નામ જાહેર કરવામાં આવ્યા છે.

TAGGED:
Share This Article