લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ ઓગણજ ખાતે ત્રિદિવસીય નિનાદ – ભારત એક ગાથા થિએટર અને મ્યુઝિકલ કાર્યક્રમનું આયોજન કરાયું

Rudra
By Rudra 1 Min Read

22મી, 23મી અને 24મી ડિસેમ્બર દરમિયાન લાલજી મેહરોત્રા લાયન્સ સ્કૂલ ઓગણજ ખાતે ભારત દેશના વૈદિક યુગ, અખંડ ભારતના ઇતિહાસ અને એક સક્ષમ અને વિકસિત ભારતના સ્વપ્નની ગાથા ને આવકારતા નિનાદ – ભારત એક ગાથા થિએટર અને મ્યુઝિકલ કાર્યક્રમનું અદભુત આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલના 2000 જેવા છાત્ર – છાત્રાઓ અને પોતાના વાલીઓ અને પરિવારજનો સાથે અભૂતપૂર્વ મજા માણી હતી.

સંસ્થાના ચેરમેન લાયન શ્રી અનુજ મેહતા, સ્કૂલના પ્રિન્સિપાલ શ્રીમતી રંજના મંડળ, અને કાર્યક્રમ થી જોડેયાલા સિનિયર ટીચર્સ એ કાર્યક્રમ વિષયે ખાસ માહિતી આપી હતી. પ્રેસ કોન્ફરેન્સમાં અધિકારીઓ દ્વારા જણાવામાં આવ્યું હતું કે આ ત્રિદિવસીય કાર્યક્રમમાં બ્રિગેડિયર જહાંગીર અંકલેસરિયા, સેવાનિવૃત્ત CBI ઓફિસર શ્રી સંજય સરિન, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શ્રીમતી ડૉક્ટર નીરજા અરુણ, આંતરરાષ્ટ્રીય રિલેશન ઓફિસર લાયન રિના ધૂપિયા, NID ના ભૂતપૂર્વ ડિરેક્ટર શ્રી પ્રદ્યુમ્ન વ્યાસ અને JG કૉલેજ ઓફ પર્ફોર્મિંગ આર્ટસના વાઇસ પ્રિન્સિપાલ શ્રી બિજોય શિવરામને ચીફ ગેસ્ટ અને અતિથિ વિશેષના રૂપમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Share This Article