વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા ગુરૂનું આચરણ આદર્શ હોવું જોઈએ. આ વાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ બનાસકાંઠાના દાંતા તાલુકાની ચીખલા પ્રાથમિક શાળામાં શિક્ષક નશાની હાલતમાં જોવા મળ્યો છે. શિક્ષક અજય પટેલ રીતસરનો લથડિયા ખાતો જોવા મળ્યો છે. અને શાળાની અન્ય મહિલા શિક્ષક સાથે કોઈ મુદ્દે ઝઘડો કરવા લાગ્યો છે. આ અવાર-નવાર નશો કરીને આવતા શિક્ષકની અયોગ્ય વર્તણૂંકની વિદ્યાર્થીઓએ વાલીઓને ફરિયાદ કરી હતી. જે બાદ મોટી સંખ્યામાં શાળામાં પહોંચેલા વાલીઓએ જોરદાર હંગામો મચાવ્યો છે અને લથડિયા ખાતા શિક્ષકને શાળામાંથી હાંકી કાઢ્યો છે. નશામાં ઝૂલતા શિક્ષકનો વીડિયો વાયરલ થતા જ જિલ્લા શિક્ષણ અધિકારીએ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પાસે રિપોર્ટ મંગાવ્યો છે. જેના આધારે લથડિયા ખાતા શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.
ડ્રાઈવરોએ ગુજરાત સરકારને MoRTHની માર્ગદર્શિકા અનુસાર બાઈક ટેક્સીઓને કાયદેસર કરવા અપીલ કરી
અમદાવાદ : અમદાવાદના બાઈક ટેક્સી ડ્રાઈવર સમુદાયે આજે એકઠા થઈને સરકારને એક હાર્દિક અપીલ કરી, જેમાં તેઓ જે પડકારોનો સામનો...
Read more