મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા સ્થિત જય રાવલની શોર્ટ ફિલ્મ “કેવિન પટેલ: તમારી સેવામાં ” નું અમદાવાદમા સ્પેશ્યિલ સ્ક્રીનિંગ

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

મૂળ અમદાવાદના અને હાલ અમેરિકા સ્થિત જય રાવલએ હાલમાં તેમની શોર્ટ ફિલ્મ “કેવિન પટેલ: તમારી સેવામાં” નું અમદાવાદમા સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું. જય રાવલએ બાળ કલાકાર તરીકે મહારાણા પ્રતાપ , અશોકા , જય -જય બજરંગ બલી જેવી અનેક સિરિયલમાં કામ કરેલું છે.

kevin patel

પોતાના આ સ્કિલને આગળ વધારવા માટે તેમને એક શોર્ટ ફિલ્મ લખી અને તેમને ડાયરેક્ટ પણ કરી. શોર્ટ ફિલ્મ અમેરિકામાં રહેતા કેવિન પટેલની સ્ટોરી છે, જે અમેરિકામાં કઈ રીતે એક માતા તેના દીકરાનું ભરણ -પોષણ કરે છે. ફિલ્મ સંપૂર્ણ પારિવારિક ફિલ્મ છે.આ ફિલ્મ ઓસ્ટ્ર્લીયામાં યોજાયેલ ફિલ્મ ફેસ્ટિવલમાં પણ સિલેક્ટ થઇ હતી અને એવોર્ડ મેળવ્યો હતો. આ ફિલ્મ જોવા માટે તમારે હજી રાહ જોવી પડશે.

Share This Article