ફેશન ઈવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા ‘મિસ્ટર, મીસ એન્ડ મીસીસ ગ્લેમરસ ગુજરાત બ્યુટી પેજન્ટ ૨૦૧૯’ના ખાસ પ્રકારના ઓડિસન્સ અમદાવાદમાં યોજાઈ ગયા. ઓલીવ્સ રેસ્ટોરન્ટ બોડકદેવ ખાતે યોજાએલા આ ઓડિસન એટલા માટે ખાસ પ્રકારના રહ્યા હતા કે, જેમાં ફેશન શો માટે ફેશન ઈવેન્ટ એન્ડ મેનેજમેન્ટ દ્વારા પ્લસ સાઈઝની મહિલાઓને પ્રોત્સાહિત કરવાનો પ્રયત્ન કરાયો છે. ફેશન શોમાં ભાગ ના લઈ શકતી હેલ્ધી કે પ્લસ સાઈઝની મહિલાઓએ આ ઓડિસન્સમાં ભાગ લીધો હતો. ફેશન ઈન્ડસ્ટ્રીમાં આ રીતનો ચાન્સ પ્લસ સાઈઝની મહિલાઓને ના મળવાથી તેઓ ક્યારેક નાસિપાસ થતી હોય છે. જેમના મનમાં પણ એવી ઈચ્છા હોય છે કે તેઓ પણ રેમ્પ વોક કરે. આ મહિલાઓનું સપનું મિસ્ટર, મીસ એન્ડ મીસીસ ગ્લેમરસ ગુજરાતના ઓડિસન્સ પછી યોજાનાર ફેશન શોમાં પુરુ થશે. આ ફેશન શૉમાં અન્ય મહિલાઓ એટલે કે રેગ્યુલર કેટેગરીની ફિમેલ અમે મેલ પણ ભાગ લેશે.
આ પેજન્ટના ડિરેક્ટર અને ઓર્ગનાઈઝર નિહાર વ્યાસ છે જેમને જણાવ્યું હતુ કે, પ્લસ સાઈઝની મહિલાઓની સાથે નોન પ્લસ એટલે કે રેગ્યુલર ફેશન શોમાં ભાગ લેતી મહિલાઓએ પણ કન્ટેસ્ટન્ટે તરીકે હિસ્સો લીધો હતો જેમાંથી શોર્ટ લિસ્ટ કરાએલા કન્ટેસ્ટન્ટ ફિનાલેમાં ભાગ લેશે. સિલેક્ટ થયેલા બધા જ કન્ટેસ્ટન્ટ માટે ૧૭મી માર્ચનો રોજ ફેશન શૉ યોજાશે. આ ફિનાલેમાં જાણીતા અનુકૃતિ વાસ (ફેમિના મીસ ઈન્ડિયા ૨૦૧૮) અને રોહિત ખંડેરવાલ (મીસ્ટર વર્લ્ડ ૨૦૧૬)ની હાજરીમાં થશે. જેઓ કન્ટેસ્ટન્ટને ફેશન શોને લગતું કેટલુંક માર્ગદર્શન પણ પુરુ પાડશે.