અમદાવાદ સ્થિત એન્ટ્રેપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (EDII) ખાતે પ્રાદેશિક ભૌગોલિક સંકેત (GI) સુવિધા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી

Rudra
By Rudra 4 Min Read

અમદાવાદ: ગુજરાત રાજ્ય માટેનું પ્રથમ પ્રદેશ સ્તરીય ભૂગોળીય સંકેતન (GI) સુવિધા કેન્દ્ર, અમદાવાદ ખાતે આવેલા એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (EDII) ના કેમ્પસમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) ના સમર્થનથી શરૂ કરાયેલ આ કેન્દ્રનું આજે ઉદ્ઘાટન NABARD ના ચેરમેન અને EDII ગવર્નિંગ બોર્ડ સભ્ય શાજી કે. વી. દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે EDII ના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લા; IDBI બેંક લિમિટેડના વરિષ્ઠ અધિકારીઓ; કારીગરો, ઉદ્યમીઓ, GI નિષ્ણાતો અને આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા.

આ કેન્દ્રને કારીગરો, ઉત્પાદક સમૂહો અને ઉદ્યમીઓને GI નોંધણી સુલભ બનાવી અને પોસ્ટ-ટેગિંગ લાભો સુનિશ્ચિત કરીને સશક્ત બનાવવાનો મંડેટ આપવામાં આવ્યો છે. તે જાગૃતિ ફેલાવવા, અરજીની સુવિધા, ઉત્પાદક સમૂહની રચના, કાનૂની સહાય અને પોસ્ટ-ટેગિંગ હેન્ડહોલ્ડિંગ જેવી GI-સંબંધિત સેવાઓ માટે જ્ઞાન અને સહાય કેન્દ્ર તરીકે કામ કરશે. તે ભારતની પરંપરાગત હસ્તકલા અને કૃષિ પરિતંત્રને મજબૂત બનાવવા માટે તાલીમ, સંશોધન અને નીતિગત સૂચનો પણ પૂરા પાડશે.
ભૂગોળીય સંકેતન (GI) એ કોઈ ઉત્પાદનના મૂળ સ્થળ સાથે જોડાયેલું અધિકૃતતા અને ગુણવત્તાનું ચિહ્ન છે, જે સંસ્કૃતિનું રક્ષણ કરે છે અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપે છે. GI માન્યતા કારીગરોને આવક વૃદ્ધિ, માન્યતા અને પ્રતિષ્ઠા તેમજ બજાર વિસ્તરણ જેવા લાભો પ્રદાન કરે છે.

હાલમાં, NABARD ના સહયોગથી 12 હસ્તકલા અને કૃષિ ઉત્પાદનો GI ટેગિંગ પ્રક્રિયાના પ્રગતિશીલ તબક્કામાં છે. તેમા નીચેનાનો સમાવેશ થાય છે:

• જસદાન પટારી ક્રાફ્ટ (રાજકોટ)
• દાહોદ બીડ વર્ક ઓફ ગુજરાત
• ખંભાત કાઈટ ઓફ ગુજરાત
• સૌરાષ્ટ્ર ધાબલા અને શોલ ઓફ ગુજરાત
• ડીસા ડાબુ બ્લોક પ્રિન્ટ ઓફ ગુજરાત
• કચ્છી માટી મિરર ક્રાફ્ટ
• કોડારી (ડાંગ)
• સફેદ રાગી (ડાંગ)
• વરાઈ (ડાંગ)
• ગીર ગાયનું ઘી (ગીર પ્રદેશ)
• બાંસની ચટાઈ બનાવટ, દાદરા નગર હવેલી (કે.કે.પ્ર.)
• સીશેલ ક્રાફ્ટ, દીવ અને દમણ (કે.કે.પ્ર.)

અમદાવાદ સોડાગરી બ્લોક પ્રિન્ટ, સુરત સાદેલી ક્રાફ્ટ, ગુજરાત સૂફ કઢાઈ અને ભરુચ સુજાણી વીવિંગ માટે EDII દ્વારા પહેલેથી જ GI ટેગિંગ મેળવવામાં આવ્યું છે.
આ પ્રસંગે બોલતા, શાજી કે. વી. એ જણાવ્યું હતું કે, “આ કેન્દ્ર કારીગરો અને ગ્રામીણ ઉદ્યોગસાહસિકોના જીવનમાં પરિવર્તન લાવવામાં, તેમના પરંપરાગત ઉત્પાદનોને મળવી જોઈએ તે માન્યતા આપીને ઉત્પ્રેરક તરીકે કામ કરશે. ઉત્પાદનો સારી રીતે સાચવવામાં આવે અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મળે તેની ખાતરી કરીને, આપણે નવા બજારોનું અન્વેષણ કરી શકીએ છીએ અને કારીગરો, વણકર અને ઉદ્યોગસાહસિકોને શ્રેષ્ઠ લાભ મળે તેની ખાતરી કરી શકીએ છીએ. અમે ઇચ્છિએ છીએ કે પર્યાવરણ અનુકૂળ બિઝનેસ મોડેલ બને અને ભારતની કાલાતીત પરંપરાઓ ગૌરવ અને ગર્વ સાથે આગળ વધે.”

EDII ના ડિરેક્ટર જનરલ ડૉ. સુનીલ શુક્લાએ જણાવ્યું: “GI સુવિધા કેન્દ્ર ભારતની સંસ્કૃતિ, પ્રાચીન કૃષિ ઉત્પાદનો અને હસ્તકલાને જાળવવાની દિશામાં એક મોટું પગલું છે. આનાથી કારીગરો અને ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજારો સુધી પહોંચ સહિત અનેક લાભો મળશે. NABARD ના સહયોગથી, EDII તેમને GI માન્યતા, બ્રાન્ડિંગ અને બજાર સુધી પહોંચ અને જોડાણોની સફરમાં સતત માર્ગદર્શન આપતું રહેશે.”

આ કેન્દ્રની પ્રવૃત્તિઓનું નિરીક્ષણ EDII ના પ્રોફેસર ડૉ. સત્ય રંજન આચાર્ય દ્વારા કરવામાં આવશે. ઉદ્ઘાટન પછી એક પ્રદર્શન અને કારીગરો સાથે વાર્તાલાપ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનોખી હસ્તકલા અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં દાહોદ બીડ વર્ક, ખંભાત કાઈટ, સૌરાષ્ટ્ર ધાબલા અને શોલ, કચ્છ લિપ્પન (માટી મિરર ક્રાફ્ટ), ગીર ગાયનું ઘી, કોડારી, સફેદ રાગી, વરાઈ, ડીસા ડાબુ બ્લોક પ્રિન્ટ અને જસદાન પટારી ક્રાફ્ટ સહિતની અનોખી હસ્તકલા અને ઉત્પાદનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

Share This Article