વડગામ તાલુકામાં આવેલી એક ખાનગી રિસોર્ટ પર પિસ્તોલ, તલવાર અને ધારીયા વડે હુમલો

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

બનાસકાંઠાના વડગામ તાલુકામાં આવેલી એક ખાનગી રિસોર્ટ પર ૧૧ ઈસમોએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી છાપી પોલીસે ૫ આરોપીની ધરપકડ કરી છે. મળતી માહિતી અનુસાર મુખ્ય સૂત્રધાર ફરાર થઈ ગયો છે. તેમજ ઈસમોએ રિસોર્ટ પર પિસ્તોલ, તલવાર અને ધારીયા વડે હુમલો કર્યો હતો. હિંમતનગરના વ્યક્તિએ જમીન ખરીદવા બાબતે ઈસમોએ હુમલો કર્યો હતો. બહારનો વ્યક્તિ તાલુકામાં કેમ ખરીદે તેમ કહી હુમલો કર્યો હતો.

છાપી પોલીસે રિવોલ્વર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જો કે ગઈકાલે નાવીસણા ખાતે ખાનગી રિસોર્ટમાં હુમલાની ઘટના બની હતી. તો બીજી તરફ આ અગાઉ અમદાવાદમાં સાબરમતી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર હુમલો થવાની ઘટના સામે આવી હતી. લિસ્ટેડ બુટલેગરને પકડવા જતા પોલીસકર્મીઓ પર હુમલો થયો હતો.

Share This Article