ઇન્ડસ યુનિવર્સિટીમાં યંગ ઇન્ડિયા ફોરમ દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 વિષે યુવા ઉદ્યોગ સાહસિકો માટે  પેનલ ડિસ્કશન યોજાયું

KhabarPatri News
By KhabarPatri News 1 Min Read

અમદાવાદ સ્થિત ઇન્ડસ યુનિવર્સિટીના પ્રાંગણમાં ૧૨ એપ્રિલ,૨૦૨૩ના રોજ યંગ ઇન્ડિયા ફોરમ ના સહયોગ થકી યુવા ઉદ્યોગ સાહસિકોને ઇન્ડસ્ટ્રી 4.0 ના વિવિધ પાસાઓ સંલગ્ન  વ્યવસાય અને કાર્યપ્રણાલી માં સુસંગતતા માટે  સરળ ઇકોસીસ્ટમનું કઈ રીતે નિર્માણ  કરી શકાય તે વિષય  ઉપર યુવા ઉદ્યોગ સાહસિકોને શિક્ષિત કરતી બીઝનેસ નેટવર્કીંગ સંસ્થાઓ તથા યુવા ભારતીય એચીવર્સ વચ્ચે પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

સવારે ૧૧.૦૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી ઇન્ડસ યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં આયોજિત આ કાર્યક્રમમાં અરુણયા ઓર્ગેનિક્સના એમ.ડી વિનોદ અગ્રવાલ, ફેબર ઈન્ફિનિટ કન્સલ્ટિંગના ડાયરેક્ટર  અને ઈન્ડસ્ટ્રી 4.0 ઓડિટર જલય પંડયા,કેઈઝેન ઇન્સ્ટીટયુટ ઈન્ડિયા  ના જોઈન્ટ એમ.ડી. જયંત મૂર્તિ તથા આઈ વેલ્યુ સીસ્ટેકના એમ.ડી. દેવાંગ મોદી ઉપસ્થિત રહ્યા હતા.આ  પેનલ ડિસ્કશન દરમ્યાન ઇન્ડસ યુનિવર્સિટીના મેનેજમેન્ટ તથા ઈજનેરીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઇન્ડસ્ટ્રી 4.0ના વિવિધ પાસાઓ વિષે અઢળક માહિતી મેળવી હતી.

ઇન્ડસ યુનિવર્સિટીએ ભારત અને વૈશ્વિક સ્તરે ઉચ્ચ યોગદાન માટે સમર્પિત છે.

Share This Article